SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ અધ્યાય : ૮, સૂત્ર-૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ (૧૩) આનુપૂર્વી નામકર્મઃ જીવને મૃત્યુ પામ્યા પછી એક ભવમાંથી બીજા ભવમાં જતાં, વચગાળાના ક્ષેત્રમાં સમશ્રેણીએ જતા જીવને વક્રાગતિ કરવામાં બળદના નાકમાં નાંખેલી રાસની જેમ જે કર્મ કારણ બને છે તે કર્મ આનુપૂર્વી નામકર્મ કહેવાય છે. બીજા અધ્યાયના સૂત્ર ૨-૨૭ “અનુશ્રેણિ ગતિઃ” સૂત્ર પ્રમાણે મૃત્યુ પછી જીવ આકાશપ્રદેશોની સમશ્રેણીએ જ પરભવ તરફ જાય છે. પરંતુ પરભવવાળુ ઉત્પત્તિ સ્થાન સમશ્રેણીએ જો ન આવતું હોય તો વક્રાગતિ કરવી પડે છે. તે વક્રાગતિ કરાવનારૂં આ કર્મ છે. એટલે આનુપૂર્વકર્મનો ઉદય જીવને એક ભવથી નીકળ્યા પછી બીજા ભવમાં પહોંચતા પહેલા વચગાળાના ક્ષેત્રમાં વિગ્રહગતિમાં જ હોય છે. જેટલીવાર વક્રાગતિ કરવી પડે ત્યાં સુધી આ કર્મ ઉદયમાં વર્તે છે. જો એક વક્રાગતિ કરવાથી ઉત્પત્તિ સ્થાન આવતું હોય તો ૧ સમય, બે વજા કરવાથી ઉત્પત્તિ સ્થાન આવતું હોય તો ૨ સમય અને ત્રણ વક્રા કરવાથી ઉત્પત્તિસ્થાન આવતું હોય તો ત્રણ સમય સુધી આ કર્મ ઉદયમાં હોય છે. જીવ ચાર ગતિમાં ઉત્પન્ન થાય છે માટે વજા કરતી વખતે ચાર ગતિના નામપૂર્વક ચાર આનુપૂર્વી છે. નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી. નરકગતિ તરફ જતાં જે વક્રા કરાવે તે નરકાનુપૂર્વી નામકર્મ. એમ બાકીની આનુપૂર્વી નામકર્મના ભેદ પણ સમજી લેવા. (૧૪) વિહાયોગતિ નામકર્મઃ નામ કર્મની ચૌદ પિંડપ્રકૃતિઓમાંની પ્રથમ પ્રકૃતિ પણ “ગતિ” જ છે. તેથી તેનાથી ભિન્ન સમજાવવા આ પ્રકૃતિમાં ગતિ શબ્દની આગળ વિહાયસ્ શબ્દ લગાડેલો છે. વિહાયસ્ એટલે આકાશ. આકાશમાં થતી ગતિ તે વિહાયોગતિ. આ શબ્દાર્થ છે. તેનો ભાવાર્થ ગતિ કરવી (અર્થાતુ પગની ચાલ) તે છે. આ કર્મના બે ભેદ છે. શુભ અને અશુભ. જે કર્મના ઉદયથી જીવની ચાલ હાથી, બળદ કે હંસ જેવી શુભ હોય તે શુભ વિહાયોગતિ નામકર્મ. જે કર્મના ઉદયથી જીવની ચાલ ઊંટ, ગધેડા કે શિયાળ જેવી અશુભ હોય તે અશુભ વિહાયોગતિનામકર્મ. આ પ્રમાણે કુલ ૧૪ પિંડપ્રકૃતિના ભેદો સમજાવ્યાં. શંકા બંધન નામકર્મના તો પાંચ ભેદ જણાવ્યા. પરંતુ પંદર કેવી રીતે કરો છો? સમાધાન: કેટલાક આચાર્યો બંધન નામકર્મના પાંચ ને બદલે ૧૫ ભેદ ગણે છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy