SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૧૨ ૧૯૧ (૯) વર્ણ નામકર્મ વર્ણ એટલે રૂપ, શરીરનો રંગ. વર્ણ પાંચ છે. કૃષ્ણ (શ્યામ), નીલ (લીલો), રક્ત (લાલ), પીત (પીળો) અને શુકલ (શ્વત) જે કર્મના ઉદયથી (૧) કાજળ જેવો કાળો (શ્યામ) વર્ણ શરીરનો મળે તે કૃષ્ણવર્ણનામકર્મ. (૨) પોપટની પાંખ જેવું નીલા વર્ણવાળુ શરીર બને તે નીલવર્ણ નામકર્મ. (૩) શરીર મજીઠ જેવા લાલ રંગવાળુ બને તે રક્તવર્ણ નામકર્મ (૪) શરીરનો સુવર્ણ જેવો પીળો વર્ણ પ્રાપ્ત થાય તે પીતવર્ણ નામકર્મ અને (૫) બગલાની જેમ સફેદ વર્ણ પ્રાપ્ત થાય તે શ્વેતવર્ણ નામકર્મ. (૧૦) ગંધનામકર્મ ઃ ગંધ બે પ્રકારની છે. સુગંધ અને દુર્ગધ. જે કર્મના ઉદયથી શરીર સુગંધી હોય તે સુગંધ નામકર્મ અને દુર્ગધી હોય તે દુર્ગધ નામકર્મ. (૧૧) રસ નામકર્મઃ રસ પાંચ પ્રકારનો છે. તિકત (તીખો), કટુ (કડવો), કષાય (તૂરો), આમ્સ (ખાટો), અને મધુર (મીઠો). • મરચા જેવો તીખો રસ શરીરમાં પ્રાપ્ત થાય તે તિક્ત રસ નામકર્મ. • લીંબડા જેવો કડવો રસ શરીરમાં પ્રાપ્ત થાય તે કટુરસ નામકર્મ. • આમળા જેવો તુરો રસ શરીરમાં પ્રાપ્ત થાય તે કષાયરસ નામકર્મ. • આંબલી અને લીંબુ જેવો ખાટો રસ શરીરમાં પ્રાપ્ત થાય તે આસ્ફરસ નામકર્મ. • સાકર જેવો મીઠો રસ પ્રાપ્ત થાય તે મધુરરસ નામકર્મ. (૧૨) સ્પર્શનામકર્મ : શરીરની ત્વચા આદિનો કોમળ વગેરે સ્પર્શ જે કર્મના ઉદયથી થાય તે સ્પર્શનામ કર્મ. સ્પર્શના આઠ ભેદ છે. મૂદુ, કર્કશ, સ્નિગ્ધ, રૂક્ષ, શીત, ઉષ્ણ, ગુરુ અને લઘુ જે કર્મના ઉદયથી શરીરમાં ચામડીનો સ્પર્શ કમળ જેવો મૃદુ, પત્થરના જેવો કર્કશ, ઘીના જેવો સ્નિગ્ધ (ચીકણો) રાખ જેવો રૂક્ષ (લુખો), પાણીના જેવો શીતળ, અગ્નિના જેવો ઉષ્ણ, લોખંડના જેવો ગુરુ (ભારે) અને રૂના જેવો લઘુ (હલકો) પ્રાપ્ત થાય તે અનુક્રમે મૃદુ આદિ આઠ પ્રકારના સ્પર્શ નામકર્મ કહેવાય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy