________________
૧૯૦
અધ્યાય : ૮, સૂત્ર-૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ (૮) સંસ્થાન નામકર્મ : સંસ્થાન એટલે શરીરની બાહ્ય આકૃતિ. સંસ્થાનના છ ભેદ છે. (૧) સમચતુરસ્ત્ર (૨) ન્યગ્રોધ પરિમંડલ (૩) સાદિ (૪) કુન્જ (૫) વામન અને (૬) હુંડક
સમચતુરગ્નઃ શરીરના સઘળા અવયવો સામુદ્રિક શાસ્ત્રમાં કહ્યા મુજબના પ્રમાણયુક્ત હોય અથવા પર્યકાસને બેઠેલા પુરુષના બે ઢીંચણનું અંતર, ડાબા ખભા અને જમણા ઢીંચણનું અંતર, જમણા ખભા અને ડાબા ઢીંચણનું અંતર, પલાઠીના મધ્યભાગથી લલાટ સુધીનું અંતર એમ ચારે અંતર સમાન હોય તે સમચતુરસ્ત્ર સંસ્થાન કહેવાય છે. તેને અપાવનારૂં કર્મ સમચતુરસ્ત્ર સંસ્થાન* નામકર્મ કહેવાય છે.
ન્યગ્રોધ પરિમંડલઃ ચોધ એટલે વડલાનું વૃક્ષ. પરિમંડલ એટલે આકાર. જેમ વડલાનું વૃક્ષ ઉપરથી ઘટાદાર હોવાથી શોભાયમાન છે પરંતુ નીચે વડવાઈઓ (શાખાઓ) લટકતી હોવાથી શોભાયમાન નથી. તેમ શરીરનો નાભિથી ઉપરનો ભાગ સુંદર અને પ્રમાણયુક્ત (માપવાળો) હોય અને નીચેનો ભાગ પ્રમાણ વિનાનો હોય તેને ન્યગ્રોધપરિમંડલ સંસ્થાન કહેવાય છે.
સાદિ સંસ્થાનઃ શરીરમાં નાભિથી ઉપરનો ભાગ લક્ષણ અને પ્રમાણ વિનાનો હોય અને નાભિથી નીચેનો ભાગ લક્ષણોથી અને પ્રમાણથી યુક્ત હોય તે સાદિસંસ્થાન. આદિ એટલે નીચેનો ભાગ, તે પ્રમાણયુક્ત હોવાથી તે ભાગથી સહિત જે સંસ્થાન તેને સ + આદિ = સાદિ સંસ્થાન કહેવાય છે.
કુન્જ સંસ્થાનઃ શરીરના મુખ્ય ચાર અંગો મસ્તક, ગ્રીવા (ગળુ), હાથ અને પગ, સામુદ્રિકશાસ્ત્રમાં કહેલા લક્ષણો અને પ્રમાણોથી યુક્ત હોય અને બાકીના છાતી-પેટ-પીઠ ઈત્યાદિ અંગો લક્ષણ વગરના હોય (કુબડા હોય) તેને કુલ્ક સંસ્થાન કહેવાય છે.
વામન સંસ્થાન : કુબ્બથી ઉલ્ટ સંસ્થાન અર્થાત્ મસ્તક, ગ્રીવા, હાથ અને પગ આ ચાર જેમાં લક્ષણહીન હોય અને બાકીના અવયવો છાતી-પેટ-પીઠ વગેરે લક્ષણ યુક્ત હોય તે વામન સંસ્થાન.
હુંડક સંસ્થાનઃ જેમાં શરીરના સર્વ અંગો અવ્યવસ્થિત એટલે કે શાસ્ત્રના લક્ષણોથી રહિત હોય તે કુંડક સંસ્થાન. * શાંતિનાથ ભગવાનના ચૈત્યવંદનમાં આવે છે : “ચાલીસ ધનુષની દેહડીએ સમચઉરસ સંઠાણ’