SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૮, સૂત્ર-૧૨ ૧૮૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ જેમ વ્યાપ્ત હોવાથી તે શરીરોમાં સ્વતંત્રપણે અંગ-ઉપાંગ હોતા નથી. સંસારિક સુખ દુઃખના ભોગને યોગ્ય અંગો માત્ર પ્રથમના ત્રણ જ શરીરોમાં છે તેથી અંગોપાંગ નામ કર્મના ભેદો પણ ત્રણ છે. ઔદારિક અંગોપાંગ નામકર્મ, વૈક્રિય અંગોપાંગ નામકર્મ અને આહારક અંગોપાંગ નામકર્મ. (૫) બંધન નામકર્મ ઃ પ્રતિસમયે ગ્રહણ કરાતા અને પૂર્વે ગ્રહણ કરેલા એવા શરીર યોગ્ય પુદ્ગલોને જેમ લાખ કાષ્ટના બે ટુકડાને જોડી આપે તેમ પરસ્પર એકમેક કરવા, તન્મય કરવા તે બંધન. આવું બંધન જે કર્મના ઉદયથી જીવ કરી શકે તે કર્મને બંધન નામકર્મ કહેવાય છે. પુદ્ગલોનું બનેલું આ શરીર છે તે પૂર્વે ગ્રહણ કરેલા પુદ્ગલો છે. પ્રતિસમયે તે શરીરમાં આહારાદિના જે નવાં પુદ્ગલો ઉમેરાય છે તે ગ્રહણ કરાતા પુદ્ગલો છે. તે બન્નેનું એકીકરણ થતાં માંસ, રૂધિર, વીર્ય આદિની વૃદ્ધિ થાય છે. આ રીતે એકીકરણ કરનારૂં જે કર્મ તે બંધન નામ કર્મ, શરીર પાંચ છે એટલે બંધન નામકર્મ પણ પાંચ છે. ઔદારિક બંધન નામકર્મ, વૈક્રિય બંધન નામકર્મ, આહારક બંધન નામકર્મ, તેજસ બંધન નામકર્મ અને કાર્મણ બંધન નામકર્મ. (૬) સંઘાતન નામકર્મ : સંઘાત એટલે પિંડરૂપે સંઘટિત કરવું. જેમ દંતાળીથી ઘાસ એકઠું થાય છે. ઘાસના પથારાને એકઠો કરી દબાવી નાનો ઢગલો બનાવાય છે તેમ જે કર્મના ઉદયથી ગ્રહણ કરાતા ઔદારિક શરીરને યોગ્ય પુદ્ગલો પિંડરૂપે સંઘટિત કરાય છે તે ઔદારિક સંઘાતન નામકર્મ. સંઘાતનના પાંચ ભેદો છે. (૧) ઔદારિક સંઘાતન (૨) વૈક્રિય સંઘાતન (૩) આહારક સંઘાતન (૪) તૈજસ સંઘાતન અને (૫) કાર્મણ સંઘાતન. શંકા ઃ શરીર નામ કર્મ એટલે જ શરીરને યોગ્ય પુદ્ગલોને એકઠા કરીને શરીરની રચના કરવી. આ અર્થથી સંઘાતનનો અર્થ શરી૨નામકર્મમાં જ સમાઈ જાય છે. તો પછી સંઘાતનનામકર્મ જુદુ માનવાની શી જરૂર ? સમાધાન : પ્રશ્ન તદ્દન વ્યાજબી છે. શરીરને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ શરીર નામકર્મથી જ સાધ્ય છે. પરંતુ પરિમિત પ્રમાણના જ પુદ્ગલોના જથ્થાનું ગ્રહણ કરવાનું કામ સંઘાતન નામકર્મ કરે છે. તેથી જ કોઈપણ બે મનુષ્યોને ઔદારિક નામકર્મ સરખુ હોવા છતાં પણ એકનું શરીર એકવડીયું (ઓછા જથ્થાથી બનેલું) અને બીજાનું શરીર ભરાવદાર (ઘણા જથ્થાથી બનેલું) હોય છે. આ કાર્યક્ષેત્રમાં સંઘાતન નામકર્મનું કામ છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy