________________
૧૮૮
અધ્યાય : ૮, સૂત્ર-૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ (૭) સંઘયણ નામકર્મ સંઘયણ અથવા સંહનન એટલે શરીરમાં હાડકાની વિશિષ્ટ રચના. તેના છ ભેદ છે. વજઋષભનારાચ, ઋષભનારાચ, નારાચ, અર્ધનારાચ, કાલિકા અને સેવાર્ત અથવા છેવ.
વજ એટલે ખીલી, ઋષભ એટલે પાટો અને નારાચ એટલે વિશિષ્ટ પ્રકારનું બંધન, જેને મર્કટબંધ કહેવામાં આવે છે. જેમ વાંદરીનું બચ્ચું તેની માતાના પેટે એવું વળગે છે કે વાંદરી કુદાકુદ કરે તો પણ પડે નહિ. તેને મર્કટબંધ કહેવાય છે.
વજઋષભનારાચ સંઘયણ : જે શરીરમાં સાંધાવાળા ભાગના બંને હાડકા સામ સામે એકબીજાને આરપાર પણે વીંટાયેલા હોય. તેના ઉપર પાટારૂપે એક હાડકુ હોય તથા આ સર્વને વીંધીને આરપાર ખીલી મારેલી હોય. આવા પ્રકારનું અતિશય મજબૂત બળવાળું જે સંઘયણ તે વજઋષભનારા સંઘયણ. | ઋષભનારા સંઘયણઃ જેમાં બે હાડકા પરસ્પર મર્કટબંધથી બંધાયેલા હોય, એ બે હાડકાઓની ઉપર ત્રીજું હાડકુ પાટાની જેમ વીંટાયેલું હોય. નારાચ અને ઋષભ બે જ હોય. પણ વજ (ખીલી) ન હોય તેવી અસ્થિઓની રચના તે ઋષભનારાચ.
નારાચસંઘયણઃ જેમાં વજ કે ઋષભ ન હોય, માત્ર નારાચ (મર્કટબંધ) જ હોય.
અર્ધનારા સંઘયણઃ જ્યાં બે હાડકાની વચ્ચે એક બાજુ મર્કટબંધ હોય અને બીજી બાજુ કાલિકા (ખીલી) હોય. પરંતુ બીજી બાજુ મર્કટબંધ ન હોય, બંને હાડકા સ્વતંત્ર માત્ર હોય તેવી મજબૂતાઈવાળી હાડકાની રચના.
કિલિકા સંઘયણ : જ્યાં બે હાડકાની વચ્ચે મર્કટબંધ ન હોય, પાટો પણ ન હોય માત્ર સાણસીની જેમ ખીલી જ મારેલી હોય. તેવા પ્રકારની હાડકાંની રચના
સેવાર્ત અથવા છેદસ્કૃષ્ટ સંઘયણ જ્યાં મર્કટબંધ પાટો કે ખીલાના આકારના કોઈ હાડકા આરપાર નથી. માત્ર બે હાડકાના છેડા અડીને જ રહેલા છે. સ્ટેજ ધક્કો મારતા ખસી જાય. છેદ એટલે છેડા અને સ્પષ્ટ એટલે અડેલા. જયાં છેડા માત્ર અડેલા છે તેથી છેદસ્પષ્ટ નામ આપ્યું. અથવા તૈલ આદિના મર્દનની જે અપેક્ષા રાખે તેથી તેને સેવાર્ત પણ કહેવાય છે.
ઉપર જણાવેલા છ સંઘયણો મનુષ્ય-તિર્યંચોને જ હોય છે. દેવ-નારકી અને એકેન્દ્રિય જીવોને હાડકા જ શરીરમાં ન હોવાથી સંઘયણ હોતા નથી.