SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૮, સૂત્ર-૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ પિંડ પ્રકૃતિના ૬૫ પેટાભેદો ગણતા નામકર્મના ૬૫ + ૮ + ૧૦ + ૧૦ = ૯૩ ભેદ થાય છે. ૧૮૬ બંધન નામકર્મના ૫ ના બદલે ૧૫ ભેદ ગણતા પિંડપ્રકૃતિના પેટા ભેદ ૭૫ થાય. નામકર્મના ૭૫ + ૮ + ૧૦ + ૧૦ = ૧૦૩ ભેદ થાય છે. હવે પિંડપકૃતિઓના ૧૪ ભેદો સમજીએ. (૧) ગતિનામકર્મ : ગમન કરવું તે ગતિ. કર્મના ઉદયથી આત્માને નરકાદિ ભવ તરફ ગમન કરવું પડે તે ગતિનામ કર્મ. તેના ચાર ભેદ છે. નરકગતિ નામ કર્મ, તિર્યંચગતિ નામ કર્મ, મનુષ્યગતિ નામ કર્મ અને દેવગતિ નામ કર્મ. (૨) જાતિ નામકર્મ : જે કર્મના ઉદયથી જીવને એકેન્દ્રિય, બેઈન્દ્રિય આદિ સમાનપણે કહેવાય તેને જાતિ નામ કર્મ કહેવાય છે. જાતિ નામ કર્મના ઉદયથી સમાન ચૈતન્યની પ્રાપ્તિ થાય છે. એકેન્દ્રિય જાતિ નામ કર્મનો ઉદય થવાથી ગમે તેવા જ્ઞાની આત્માને પણ એકેન્દ્રિય જીવોની ભૂમિકા જેટલું જ જ્ઞાન રહે છે. એવી જ રીતે એકેન્દ્રિયમાંથી નીકળીને પંચેન્દ્રિયમાં આવનાર જીવને પંચેન્દ્રિય જાતિનામ કર્મનો ઉદય થવાથી ગમે તેવો પાપી અથવા વિકલાંગ હોય તોપણ પંચેન્દ્રિયની ભૂમિકાને ઉચિત જ ચૈતન્યની પ્રાપ્તિ થાય છે. (૩) શરીર નામકર્મ : પુદ્ગલોની આકૃતિ રૂપે જે રચાય અને નાશ પામે તેનું નામ શરીર. આવું શરીર જે કર્મના ઉદયથી જીવને મળે તે શરીર નામકર્મ. તેના પાંચ ભેદ છે. ઔદારિકશરીર નામકર્મ, વૈક્રિયશરીર નામકર્મ, આહારકશરીર નામ કર્મ, તૈજસશરીર નામકર્મ અને (૫) કાર્મણશરીર નામકર્મ. (૪) અંગોપાંગ નામકર્મ : શરીરમાં અંગ, ઉપાંગ અને અંગોપાંગની પ્રાપ્તિ જે કર્મના ઉદયથી થાય છે તેને અંગોપાંગ નામકર્મ કહેવાય છે. શરીરના મુખ્ય અવયવોને અંગ કહેવાય છે. તેના પેટા અંગોને ઉપાંગ કહેવાય છે અને તેના પણ પેટાભેદ રૂપ અંગો જે છે તેને અંગોપાંગ કહેવાય છે, જેમ કે શરીરમાં અંગો આઠ છે. બે હાથ, બે પગ, પીઠ, શિર, છાતી અને પેટ (ઉદર) આ આઠ અંગોના પેટાભેદ તે ઉપાંગ. જેમ કે હાથમાં આંગળીઓ, હથેળી, કાંડુ વગેરે ઉપાંગ કહેવાય છે. તથા આંગળીઓના પણ પેટાભેદ જેમ કે વેઢા વગેરેને અંગોપાંગ કહેવાય છે. આવા પ્રકારના અંગો, ઉપાંગો અને અંગોપાંગોની રચના માત્ર પ્રથમના ત્રણ શરીરોમાં જ હોય છે. તૈજસ-કાર્મણ શરી૨ આત્મપ્રદેશોની સાથે ક્ષીરનીર અને લોહાગ્નિની
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy