________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૧૨
૧૮૩ આયુષ્ય કર્મ પોત-પોતાના ભવમાં જ ફળ આપનાર હોવાથી “ભવવિપાકી” કહેવાય છે. ચાલુ ભવનું આયુષ્ય સાથે લઈને પરભવમાં જવાતું નથી. તેથી શસ્ત્રના ઘા થી કે આગ લાગવાથી અથવા પાણીના પૂરમાં તણાવા આદિથી જ્યારે અકાળે મૃત્યુ થાય છે ત્યારે પણ તે ભવનું આયુષ્ય જે લાંબા કાળ સુધી ભોગવવાનું હતું તે બધું જ દોરડાના ગુંચળાની જેમ તરત ભોગવાઈ જાય છે. જેમ દોરડુ ક્રમશઃ બાળવામાં આવે તો વધારે કાળ (સમય) લાગે પરંતુ તે જ દોરડાનું ગુંચળુ વાળીને આગમાં નાંખીએ તો તરત બળે. બંનેમાં બળવાનું કામ સરખું જ થાય છે માત્ર કાળ ઓછો લાગે. આવા પ્રકારના આયુષ્યને અપવર્તનીય આયુષ્ય કહેવાય છે. નિમિત્ત મળવા છતાં મૃત્યુ ન થાય અને પૂરેપૂરા કાળ ભોગવાય તે અનાવર્તનીય આયુષ્ય કહેવાય છે. મરવામાં નિમિત્ત મળે તે સોપક્રમ અને નિમિત્ત વિના સહજ રીતે મૃત્યુ પામે તે નિરૂપક્રમ કહેવાય છે. અપવર્તનીય આયુષ્ય નિયમા સોપક્રમ જ હોય છે જ્યારે અનપર્વતનીય આયુષ્ય સોપક્રમ અને નિરૂપક્રમ બંને પ્રકારનું હોય છે.
સૂત્ર (૮-૧૨) પ્રયોજન નામકર્મની ૪૨ પ્રકૃતિના નામે જણાવે છે. गति-जाति-शरीराङ्गोपाङ्ग-निर्माण-बंधन-संघात-संस्थान-संहननस्पर्श-रस-गंध-वर्णानुपूर्व्यगुरुलघू-पघात पराघातातपोद्योतोच्छ्वासविहायोगतयः प्रत्येक-शरीर त्रससुभगसुस्वर-शुभ-सूक्ष्म-पर्याप्तस्थिरादेय यशांसि सेतराणि तीर्थकृत्वं च ८-१२ ગતિ-જાતિ-શરીરાંગોપાંગ-નિર્માણ-બંધન-સંઘાત-સંસ્થાન-સહનનસ્પર્શ-રસ-ગંધ-વર્ણાનુપૂર્થગુરુલઘૂપઘાત-પરાઘાતાપોદ્યોતોચ્છવાસવિહાયોગતયઃ પ્રત્યેકશરીર-ત્રણ-સુભગ-સુસ્વર-શુભ-સૂક્ષ્મ-પર્યાપ્તસ્થિરાદેય-યશાંસિ સેતરાણિ તીર્થકૃતં ચ. ૮-૧૨ ગતિ-જાતિ-શરીર-અંગોપાંગ-નિર્માણ-બંધન-સંઘાત-સંસ્થાન-સંહનનસ્પર્શ-રસ-ગંધ-વર્ણ-આનુપૂર્વી-અગુરુલઘુ-ઉપઘાત-પરાઘાત-આતપઉદ્યોત-ઉચ્છવાસ-વિહાયોગતય પ્રત્યેક શરીર-ત્રણ-સુભગ-સુસ્વર-શુભસૂક્ષ્મ-પર્યાપ્ત-સ્થિર-આદેય-યશાંસિ સેતરાણિ તીર્થકત્વ ચ ૮-૧૨