________________
૧૮૨
અધ્યાય : ૮, સૂત્ર-૧૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
કષાય
કયા ગુણનો ઘાત કરે | પ્રાયઃ કઈ ગતિ પ્રાપ્ત કરાવે? અનંતાનુબંધી | સમ્યક્ત ગુણનો
નરકગતિ અપ્રત્યાખ્યાની દેશવિરતિ ગુણનો
તિર્યંચગતિ પ્રત્યાખ્યાનાવરણ | સર્વવિરતિ ગુણનો | મનુષ્યગતિ સંજ્વલન યથાખ્યાત ચારિત્ર ગુણનો | દેવગતિ
આયુષ્ય ક્યારે બંધાય તેની જીવને ખબર પડતી નથી. એટલે સદ્ગતિની પ્રાપ્તિ માટે આત્માના અધ્યવસાયો શુભ રાખવા પ્રયત્ન કરવો જોઈએ.
સૂત્ર (૮-૧૧) પ્રયોજનઃ આયુષ્ય કર્મના ચાર ભેદ જણાવે છે. नारक-तैर्यग्योन-मानुष-दैवानि ८-११ નારક-તૈયંગ્યોન-માનુષ-દૈવાનિ ૮-૧૧ નારક-તૈર્યગ્યોન-માનુષ-દેવાનિ ૮-૧૧
શબ્દાર્થ: નારક = નરક સંબંધી, તૈયંગ્યોન = તિર્યંચ સંબંધી, માનુષ = મનુષ્ય સંબંધી, દૈવ = દેવ સંબંધી.
સૂત્રાર્થ: નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ સંબંધી એમ આયુષ્યના ચાર પ્રકાર છે.
ભાવાર્થ : કોઈપણ એક ભવમાં જે જીવાડે, પકડી રાખે, નીકળવા ન દે તે આયુષ્ય કર્મ કહેવાય છે. જે આયુષ્યકર્મ જીવને નરકના ભવમાં જીવાડે, પકડી રાખે ત્યાંથી નીકળવા ન દે તે નરકાયુષ્ય. એ જ રીતે તિર્યંચના ભવમાં જીવાડનાર તે તિર્યચઆયુષ્ય. મનુષ્યના ભવમાં જીવાડનાર તે મનુષ્યઆયુષ્ય અને દેવના ભવમાં જીવાડનાર તે દેવાયુષ્ય કર્મ કહેવાય છે.
આયુષ્ય કર્મ બાકી હોય તો અગ્નિસ્નાન કરે અથવા પાણીમાં ડુબીને જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કરે તો પણ મૃત્યુ ન પામે. તે જ પ્રમાણે આયુષ્ય પૂર્ણ થવાનું હોય તો બચવાના સેંકડો ઉપાય કરે તો પણ ન જીવે.