________________
૧૮૦
અધ્યાય : ૮, સૂત્ર-૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ (૪) સંજ્વલન : જે કષાયના ઉદયથી ચારિત્રમાં અતિચારો લાગે તે સંજવલન. સંજવલન એટલે બાળનાર અથવા મલિન કરનાર. આ કષાયના ઉદયથી જીવને યથાખ્યાત (જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે તેવું નિરતિચાર) ચારિત્ર પ્રાપ્ત થતું નથી પરંતુ અતિચારોથી મલિન ચારિત્ર પ્રાપ્ત થાય છે. પ્રાયઃ દેવગતિ પ્રાપ્ત કરાવે છે. - સંજ્વલન ક્રોધ : જલરેખા સમાન છે. જેમ લાકડીના પ્રહાર આદિથી પાણીમાં પડેલી રેખા પડતાની સાથે જ વિના પ્રયત્ન નાશ પામે છે તેમ સંજવલન ક્રોધ તુરત જ નાશ પામે છે.
સંજ્વલન માનઃ નેતરની સોટી સમાન છે. જેમ નેતરની સોટી સહેલાઈથી વાળી શકાય છે તેમ સંજ્વલન માનના ઉદયવાળો જીવ થોડું જ સમજાવતા પોતાની અક્કડતા છોડી દે છે. જેમાં બ્રાહ્મી-સુંદરીના શબ્દો સાંભળી બાહુબલિનું માન ઓગળી ગયું તેમ.
સંજ્વલન માયા ઈન્દ્રધનુષ્યની રેખા સમાન છે. જેમ આકાશમાં થતી ઈન્દ્રધનુષ્યની રેખા થોડા સમયમાં જ નાશ પામે છે. અથવા વાંસની છાલ વાંકી થઈ જાય તો તેને હાથથી જ વિના પરિશ્રમે સીધી કરી શકાય છે. તેમ સંજવલન માયા વિના પરિશ્રમે નષ્ટ થઈ શકે છે. અર્થાત્ અલ્પ પ્રયત્નથી જ નાશ કરી શકાય છે.
સંજ્વલન લોભ : હળદરના રંગ જેવો છે. જેમ હળદરનો રંગ સાબુથી ધોઈ તડકામાં સુકવતાની સાથે જ ઉડી જાય છે તેમ સંજવલન લોભ જ્ઞાની ગુરુનો યોગ થતાં જલ્દી ચાલ્યો જાય છે.
ચાર પ્રકારના કષાયો કોના જેવા છે તે નીચેના ટેબલ (ચાર્ટ)થી સરળતાથી સમજાશે.
કષાય | ક્રોધ | માન | માયા | લોભ | અનંતાનુબંધી | પર્વતની ફાડ પત્થરનો થાંભલો | કઠણ વાંસનું મૂળ કારમજીનો રંગ અપ્રત્યાખ્યાની | પૃથ્વીની ફાડ | હાડકાનો થાંભલો ઘેટાનું શીંગડુ ગાડાની મળીનો રંગ
પ્રત્યાખ્યાનાવરણ રેતીમાં રેખા | કાષ્ટનો થાંભલો | ગોમૂત્ર ધારા
કાજળ (દીવાની મેષ)
સંજ્વલન
પાણીમાં રેખા નેતરની સોટી | વાંસની છાલ
હળદરનો રંગ