________________
૧૭૮
અધ્યાય : ૮, સૂત્ર-૧૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
માયા + લોભ = રાગ
વાસ્તવિકપણે ક્રોધ-માન-માયા-લોભ આ ચાર જ કષાયો છે તો પણ તે ચારમાંથી એક એકના તરતમપણે (તીવ્ર-મંદ પણે) ચાર ચાર ભેદો હોવાથી ૪ X૪ = ૧૬ ભેદો થાય છે. તીવ્ર-મંદતાની અપેક્ષાએ થતા ચાર પ્રકારોને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન કહેવાય છે.
(૧) અનંતાનુબંધી જે કષાયોના ઉદયથી મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય થાય તે અનંતાનુબંધી, અર્થાત્ આ કષાય સમ્યકત્વ ગુણનો ઘાતક છે. આ કષાયો અનંત સંસારનો અનુબંધ (પરંપરા) કરાવતા હોવાથી અનંતાનુબંધી કહેવાય છે. મરણપર્યંત રહેનાર છે અને પ્રાયઃ જીવને નરકગતિમાં લઈ જાય છે. પહેલા બે ગુણસ્થાનક સુધી હોય
છે.
અનંતાનુબંધી ક્રોધઃ પર્વતની રેખા સમાન છે. જેમ પર્વતમાં પડેલી ફાટ પૂરવી અશક્ય છે તેમ અનંતાનુબંધી ક્રોધના ઉદયને દૂર કરવો અશક્ય છે. અગ્નિશમનો ક્રોધ અનંતાનુબંધી હતો.
અનંતાનુબંધી માનઃ પત્થરના થાંભલા (સ્તંભ) સમાન છે. જેમ પત્થરનો થાંભલો કોઈપણ રીતે નમતો નથી, બહુ જોર કરો તો તૂટી જાય પણ નમે તો નહીં જ. તેવી જ રીતે અનંતાનુબંધી માનવાળો આત્મા મૃત્યુ પર્યન્ત પોતાનું માન છોડતો નથી. વટની ખાતર પ્રાણ આપી દે પણ માન ન છોડે.
અનંતાનુબંધી માયા: કઠણ વાંસના મૂળિયા સમાન છે. ધરતીમાં ઉગેલા વાંસના મૂળ ઘણા મજબૂત અને અતિવક્ર હોય છે. તેની વક્રતા દૂર થઈ શકતી નથી. તેમ માયાવી જીવ ઘણો વક્ર હોય છે.
અનંતાનુબંધી લોભ ઃ કિરમજીના રંગ જેવો છે. જેમ વસ્ત્રમાં લાગેલો કીમજીનો રંગ વસ્ત્ર નાશ પામે ત્યાં સુધી રહે છે તેમ આ લોભ પ્રાયઃ જીવ મરે ત્યાં સુધી સાથે જ રહે છે.
(૨) અપ્રત્યાખ્યાનીઃ જે કષાયો વિરતિને રોકે, કોઈપણ જાતના પાપથી વિરતિ ન થવા દે તે અપ્રત્યાખ્યાની. આ કષાયના ઉદયથી જીવને વિરતિના પરિણામ ન થાય અથવા પરિણામ થયા હોય તો પણ પુરુષાર્થ કરવાની ઇચ્છા ન થાય. પ્રાય: તિર્યંચગતિ પ્રાપ્ત કરાવે છે.