________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૮, સૂત્ર-૧૦
૧૭૭
કરવાથી - હીન ૨સ થવાથી બને છે. બંધમાં એક અને ઉદય-ઉદીરણા તથા સત્તામાં ત્રણ પ્રકૃતિઓ હોવાથી મોહનીય કર્મની બંધમાં ૨૬, ઉદય-ઉદીરણા અને સત્તામાં ૨૮ ગણવામાં આવે છે.
ચારિત્ર મોહનીય : જે હિંસાદિ પાપોથી નિવૃત્તિ સ્વરૂપ એવા ચારિત્રમાં મુંઝવે, એટલે કે હિંસાદિ પાપોથી નિવૃત્ત ન થવા દે કે ચારિત્રમાં અતિચારો લગાડે તે ચારિત્ર મોહનીય કર્મ કહેવાય છે.
ચારિત્ર મોહનીયના મુખ્યત્વે બે ભેદ છે. કષાય મોહનીય અને નોકષાય મોહનીય. કષાય ચારિત્રમોહનીય : કષ એટલે સંસાર અને આય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ થાય, સંસારમાં પરિભ્રમણ વધારે કરવું પડે તે કષાય મોહનીય.
નોકષાય ચારિત્ર મોહનીય : કષાયોને ઉત્પન્ન કરવામાં તથા ઉત્તેજીત કરવામાં જે સહાયક બને છે તેને નોકષાય કહેવાય છે. અહીં “નો” નો અર્થ “સાથે રહેવું” છે. જે કષાયોની સાથે રહી પોતાનું ફળ બતાવે તે નોકષાય.
કષાય મોહનીયના ક્રોધ, માન, માયા અને લોભ એમ પ્રથમ ચાર ભેદો છે.
ક્રોધ : આવેશ, ગુસ્સો, કોપ, રોષ, કજીયો, ઈર્ષા, વૈમનસ્ય, અસૂયા, હૃદયમાં બળવાનો જે સ્વભાવ તે ક્રોધ કહેવાય છે.
માન : અભિમાન, ગર્વ, અહંકાર, મોટાઈનો ભાવ, દર્પ અને મદ વગેરેને માન કહેવાય છે.
માયા ઃ છેતરપિંડી, દંભ, કુટિલતા, કપટવૃત્તિ, વંચના (ઠગાઈ) બનાવટ વગેરેને માયા કહેવાય છે.
લોભ ઃ મૂર્છા, મમતા, આસક્તિ, સ્નેહ, કામ, ઇચ્છા, વૃદ્ધિ, આકાંક્ષા, અભિલાષા, મમત્વ, અભિધ્વંગ (આસક્તિ) વગેરે લોભ કહેવાય છે.
આ ચાર કષાયોમાંથી ક્રોધ અને માન અપ્રીતિજનક છે. માટે દ્વેષમાં અંતર્ગત થાય
છે.
ક્રોધ + માન =
- દ્વેષ
માયા અને લોભ પ્રીતિજનક હોવાથી રાગમાં અંતર્ગત થાય છે.