SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ અધ્યાય : ૮, સૂત્ર-૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ મોહનીય કર્મ: મોહનીય કર્મનો સ્વભાવ મદિરા જેવો છે. જેમ મદિરાના નશામાં માણસ પોતાના હિત કે અહિતનું ભાન ભૂલી જાય છે, તેવી જ રીતે મોહનીય કર્મના ઉદયથી જીવને શ્રદ્ધામાં કે ચારિત્રમાં અર્થાત્ વિચાર કે વર્તનમાં મુંઝવે એટલે કે તત્ત્વાનુસારી વિચાર ન કરવા દે અથવા તખ્તાનુસારી વિચાર થયા પછી પણ તે મુજબ પ્રવૃત્તિ ન કરવા દે તે મોહનીયકર્મ કહેવાય છે. | દર્શન મોહનીય : જે પદાર્થ જેવો છે તેને તેવો જ જોવા-જાણવો તથા સમજવો અને માનવો. તેને દર્શન કહેવાય છે. અર્થાત્ જીવાદિ તત્ત્વો પ્રત્યે શ્રદ્ધાને દર્શન કહેવાય છે. દર્શન એ આત્માનો ગુણ છે તેનો ઘાત કરનારા કર્મને દર્શનમોહનીયકર્મ કહેવાય નોંધઃ આઠમા સૂત્રમાં જે “દર્શનાવરણ આવે છે તે સામાન્ય ઉપયોગ રૂપ દર્શન છે જે “દર્શન મોહનીય” થી અલગ છે. દર્શનમોહનીયના ત્રણ ભેદ છે : (૧) સમ્યકત્વ મોહનીય ઃ જે કર્માણુઓમાં અનુભાવ (રસ વિપાક)ની એવી શક્તિ હોય કે જીવમાં પ્રગટ થતા સમ્યત્વ ગુણને સર્વથા રોકી ન શકે પરંતુ તેને દોષિત કરે, મલીન કરે, અતિચારોવાળુ કરે તે સમ્યત્વમોહનીય. એક સ્થાનક (એક ઠાણિયો) રસવાળા કર્માણુઓને અથવા મંદ બે ઠાણીયા રસવાળા પરમાણુઓને સમ્યત્વ મોહનીય કહેવાય છે. (૨) મિથ્યાત્વ મોહનીયઃ જે કર્માણમાં અનુભાવની એવી શક્તિ હોય કે જીવને સમ્યકત્વ (યથાર્થ શ્રદ્ધા) પ્રગટ જ ન થવા દે. આ કર્માણુઓમાં તીવ્ર ક્રિસ્થાનક, ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક રસ હોય છે. (૩) મિશ્ર મોહનીય ઃ જે કર્માણુઓમાં રસવિપાકની એવી શક્તિ હોય કે યથાર્થ તત્ત્વો તરફ રૂચિ કે અરૂચિ ન થવા દે. અર્થાત જેના ઉદયથી જીવ-અજીવાદિ સાત તત્ત્વો વિષે આ જ સત્ય છે એવી શ્રદ્ધા ન થાય તથા આ અસત્ય છે એવી અશ્રદ્ધા પણ ન થાય પણ મિશ્રભાવ રહે તે મિશ્ર મોહનીય. આ કર્મ પુદ્ગલોમાં મધ્યમ બે સ્થાનિક રસ હોય છે. ઉપર જણાવેલી ત્રણ દર્શન મોહનીયમાંથી ફક્ત મિથ્યાત્વ મોહનીય જ બંધાય છે. બાકીની બે (સમ્યકત્વ અને મિશ્ર મોહનીય) બંધાતી નથી, પણ મિથ્યાત્વના પ્રદેશોમાં રસઘાત
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy