________________
૧૭૪
અધ્યાય : ૮, સૂત્ર-૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ જે કર્મના ઉદયથી જીવ અનિષ્ટ સાધન દ્વારા દુ:ખનો અનુભવ કરે તે અસાતવેદનથી. જે પ્રાયઃ તિર્યંચો અને નારકો ભોગવે છે. બીજા શબ્દોમાં કહીએ તો જે કર્મના ઉદયથી આત્માને અનુકૂળ વિષયોની અપ્રાપ્તિ અથવા પ્રતિકૂળ વિષયોની પ્રાપ્તિ થાય કે જેથી દુઃખનો અનુભવ થાય છે તેને અસાતા વેદનીય કર્મ કહેવાય છે.
સૂત્ર (૮-૧૦) પ્રયોજન : સૂત્રમાં મોહનીય કર્મના ૨૮ ઉત્તર ભેદો જણાવે છે. दर्शन-चारित्रमोहनीय-कषाय-नोकषाय-वेदनीयाख्यास्त्रिद्विषोडशनवभेदाः सम्यक्त्वमिथ्यात्वतदुभयानि कषायनोकषायावनन्तानुबन्ध्यप्रत्याख्यानप्रत्याख्यानावरण-संज्वलनविकल्पाश्चैकशः क्रोधमान-माया-लोभाः हास्यरत्यरतिशोकभयजुगुप्सास्त्रीपुंनपुंसकवेदाः ૮-૧૦ દર્શન-ચારિત્રમોહનીય-કષાય-નોકષાય-વેદનીયાખ્યાત્રિદ્ધિષોડશનવમેદાઃ સમ્યત્વમિથ્યાત્વતદુભયાન કષાયનોકષાયાવનનતાનુબધ્ધપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનાવરણ-સંજ્વલનવિકલ્પાશ્ચકશઃ ક્રોધ-માનમાયા-લોભા હાસ્યરત્યરતિશોકભયજુગુપ્સાસ્ત્રીપુનપુંસકવેદાઃ ૮-૧૦ દર્શન-ચારિત્રમોહનીય-કષાય-નોકષાયવેદનીયાખ્યાઃ ત્રિ-દ્ધિ ષોડશનવમેદાઃ સમ્યકત્વ-મિથ્યાત્વ-તદુભયાનિ, કષાયનોકષાયૌ અનન્તાનુબંધી-અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ-સંજ્વલન-વિકલ્પાઃ ચ એકશઃ ક્રોધ-માન-માયા-લોભાઃ હાસ્ય-રતિ-અરતિ-શોક-ભય-જુગુપ્સાસ્ત્રી-પું-નપુંસકવેદાઃ ૮-૧૦ | શબ્દાર્થ દર્શન = મોહનીય કર્મનો પહેલો ભેદ, ચારિત્ર = મોહનીય કર્મનો બીજો ભેદ, કષાય = જેનાથી સંસાર વધે તે, નોકષાય = કષાયની સાથે રહીને ફળ આપે, ત્રિ = ત્રણ, દ્ધિ = બે, ષોડશ = સોળ (૧૬), નવ = નવ (૯), ભેદા =ભેદો, સમ્યક્ત = શ્રદ્ધા, મિથ્યાત્વ = અશ્રદ્ધા, તદુભય = મિશ્ર (સમ્યક્ત-મિથ્યાત્વ), અનંતાનુબંધી