SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૯ ૧૭૩ સમાધાન : ના. ઋજુમતિ વિશેષબોધ રૂપ હોવા છતાં વિપુલમતિની અપેક્ષાએ સામાન્ય બોધરૂપ છે. વિશેષબોધની જ તરતમતા બતાવવા મન:પર્યવજ્ઞાનના બે ભેદ બતાવ્યા છે. શંકા દર્શનાવરણ પ્રકૃતિના ભેદમાં નિદ્રા-વેદનીય આદિ પાંચનો ઉલ્લેખ કરવાનું શું કારણ ? વેદનીયકર્મ તો સાવ જુદુ જ કર્મ છે. સમાધાન : અહીં વેદનીય શબ્દથી આ વેદનીય કર્યો છે એમ સમજવાનું નથી. આ પાંચે દર્શનાવરણના જ ભેદ છે. ફર્ક એટલો જ છે કે ચક્ષુદર્શનાવરણ વગેરે ચાર કર્મો મૂળથી જ દર્શન લબ્ધિને રોકે છે. જ્યારે નિદ્રાવેદનીય આદિ પાંચ કર્મો (એટલે કે નિદ્રાપંચક) ચક્ષુદર્શનાવરણ આદિના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી દર્શનલબ્ધિને રોકે છે. એટલે કે તે રૂપે વેદાય છે માટે વેદનીય કહેવાય છે. પ્રાપ્ત થયેલી દર્શનલબ્ધિને ઢાંકવા રૂપે જે વેદાય તે નિદ્રાવેદનીય આદિ કહેવાય છે. જેમ કે જીવ જ્યારે ઊંઘી જાય છે ત્યારે ચક્ષુદર્શન આદિથી પ્રાપ્ત થયેલી લબ્ધિનો કોઈ ઉપયોગ થતો નથી. આ રીતે નિદ્રાવેદનીય આદિ પાંચ કર્મો પણ દર્શનાવરણ કર્મના જ ભેદ છે. વેદનીય શબ્દ “જે વેદાય તે વેદનીય” એવા અર્થમાં વપરાયેલો છે પણ વેદનીયકર્મના અર્થમાં વપરાયેલો નથી. સૂત્ર (૮-૯) પ્રયોજન : વેદનીય કર્મના બે ભેદ જણાવે છે. सदसवेद्ये ૮-૧ સદસર્વેદ્ય ૮-૯ સઅસવેલ્વે ૮-૯ શબ્દાર્થ સદ્ = શાતા, અસદ્ = અશાતા, વેદ્ય = વેદનીય (બે ભેદ હોવાથી દ્વિવચન મૂક્યું છે) સૂત્રાર્થઃ સાતવેદનીય અને અસતાવેદનીય એમ વેદનીય કર્મના બે ભેદ છે. ભાવાર્થ : જે કર્મના ઉદયથી શારીરિક અને માનસિક સુખનો અનુભવ થાય તે સાતાવેદનીય કર્મ. જેના ઉદયથી જીવ ઈષ્ટ સાધન દ્વારા સુખનો અનુભવ કરે તે સાતાવેદનીય, જે પ્રાયઃ દેવ અને મનુષ્ય વધારે ભોગવે છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy