________________
અધ્યાય : ૮, સૂત્ર-૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ પ્રચલા પ્રચલા વેદનીય દર્શનાવરણ કર્મ : ચાલતા ચાલતા ઊંઘ આવે તે પ્રચલા પ્રચલા. જે કર્મના ઉદયથી આવી ઊંઘ આવે તે પ્રચલા પ્રચલા વેદનીય દર્શનાવરણ કર્મ. બળદ અને ઘોડો ચાલતા ચાલતા ઊંઘતા હોય તેવું બને છે.
૧૭૨
સ્યાનધિ વેદનીય દર્શનાવરણીય કર્મ : જે કર્મના ઉદયથી જાગૃત અવસ્થામાં ચિંતવેલું કાર્ય નિદ્રાવસ્થામાં સાધવાનું બળ પ્રગટે છે તે સ્ત્યાનગૃદ્ધિ અથવા સ્થાનર્ધિ નિદ્રા કહેવાય છે. આ નિદ્રામાં સહજ બળ કરતા અનેકગણું બળ પ્રગટે છે. આ જાતની ઊંધ દૂર થઈ ગયા પછી નિદ્રા અવસ્થામાં કરેલા કાર્યનું તેને સ્મરણ રહેતું નથી.
વજ્ર ઋષભનારાચ સંઘયણવાળા જીવને જ્યારે સ્ત્યાનર્ધિ નિદ્રાનો ઉદય થાય છે ત્યારે તે નિદ્રામાં તેને વાસુદેવના બળ કરતાં અર્ધબળ જેટલું બળ આવી જાય છે. આ નિદ્રાના ઉદયવાળો જીવ મરીને નરકમાં જાય છે.
આ ઊંઘમાં વિશેષતા એ છે કે ઊંઘમાં ને ઊંઘમાં ઊઠીને ભયંકર કામો કરી આવે છે જેમકે કોઈ મુનિને બહાર સ્થંડિલ જતી વખતે કોઈ હાથીએ ઉપદ્રવ કર્યો ત્યારે મુનિને રોષ ચડેલો હતો. આ નિદ્રા ઉદયમાં આવી એટલે રાતમાં ઉઠીને તેણે હાથીના દંતુશળ ખેંચી કાઢ્યા, તે ફેંકી દઈને ઉપાશ્રયની બહાર ઊંઘી ગયા, સવારે ગુરુને ખબર પડી કે આ મુનિને સ્થાનર્ધિ નિદ્રાનો ઉદય થયેલો છે. સ્યાનર્ધિ કે સ્યાનગૃદ્ધિ આ બંને શબ્દોને પ્રાકૃત ભાષામાં ‘‘થિણદ્ધિ’’ કહેવાય છે.
ઋદ્ધિ એટલે શક્તિ, સ્યાન એટલે ભેગી થયેલી – એકઠી થયેલી જે શક્તિ તે ાનર્ધિ અને ગૃદ્ધિ એટલે આસક્તિ. પિંડીભૂત થયેલી આસક્તિ તે સ્ત્યાનગૃદ્ધિ કહેવાય છે.
શંકા : મતિજ્ઞાનાદિની માફક મન:પર્યવજ્ઞાનમાં પણ સામાન્ય અને વિશેષ બોધ એવા બે ભેદ કેમ નથી ?
સમાધાન ઃ જેનાથી મનના પર્યાયો જાણી શકાય તે મનઃપર્યવજ્ઞાન. મનના પર્યાયો વિશેષ રૂપે જ જણાય છે. આથી મન:પર્યવજ્ઞાનમાં પ્રથમથી જ વિશેષ બોધ થાય છે. આમ મનઃપર્યવજ્ઞાન વિશેષ ક્ષયોપશમવાળું હોવાથી ચક્ષુદર્શન આદિની જેમ મનઃપર્યવદર્શન કહ્યું નથી.
શંકા : મન:પર્યવજ્ઞાનના બે ભેદ છે. ઋજુમતિ અને વિપુલમતિ, ઋજુમતિને સામાન્ય મન:પર્યવજ્ઞાન ન કહેવાય ?