________________
૧૭૦
અધ્યાય : ૮, સૂત્ર-૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સૂત્ર (૮-૮) પ્રયોજનઃ સૂત્રમાં દર્શનાવરણ મૂળ પ્રકૃતિના નવ ઉત્તર ભેદો સમજાવે
चक्षुरचक्षुरवधिकेवलानां निद्रा-निद्रानिद्रा-प्रचला-प्रचलाप्रचलास्त्यानर्द्धिवेदनीयानि च ८-८ ચક્ષરઅચક્ષુરવધિવેવલાનાં નિદ્રા-નિદ્રાનિદ્રા-પ્રચલા-પ્રચલાપ્રચલા
સ્યાનદ્ધિવેદનીયાનિ ચ ૮-૮ ચક્ષુ -અક્ષર-અવધિ-કેવલાનાં નિદ્રા-નિદ્રાનિદ્રા-પ્રચલા-પ્રચલાપ્રચલાસ્યાનદ્ધિ-વેદનીયાનિ ચ ૮-૮
શબ્દાર્થ ચક્ષુ = આંખ, અચક્ષુ = ચક્ષુ સિવાયની ઇન્દ્રિયો અને મન, અવધિ = અવધિદર્શન, કેવલ = કેવળ દર્શન, નિદ્રા = સુખેથી જાણી શકાય તેવી ઊંઘ, નિદ્રાનિદ્રા = જગાડવાના ઉપાયો કરવા પડે તેવી ઊંઘ, પ્રચલા = બેઠા બેઠા ઊંઘ આવે, પ્રચલાપ્રચલા = ચાલતા ચાલતા ઊંઘ આવે, યાનબ્ધિ = દિવસે વિચારી રાખેલું કામ ઊંઘમાં ઉઠીને કરે, વેદનીય = પાંચ ભેદ સાથે જોડાતો શબ્દ.
સૂત્રાર્થઃ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન, નિદ્રા વેદનીય, નિદ્રાનિદ્રા વેદનીય, પ્રચલા વેદનીય, પ્રચલપ્રચલા વેદનીય અને સ્થાનર્વિવેદનીય એમ નવ પ્રકારનું દર્શનાવરણીય કર્મ છે.
ભાવાર્થ : પાંચ ઈન્દ્રિયો અને મન દ્વારા મતિ-શ્રુત જ્ઞાન થાય છે. તે બંને પરોક્ષજ્ઞાન કહેવાય છે. તેના વડે વસ્તુમાં રહેલા સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ એમ બંને પ્રકારના ધર્મોનો બોધ થાય છે. તેમાં સામાન્ય ધર્મોનો જે બોધ તે દર્શન અને વિશેષ ધર્મોનો જે બોધ તે જ્ઞાન કહેવાય છે.
ચક્ષુદર્શનાવરણઃ
ચક્ષુવડે સામાન્યથી બોધ થાય તેને ચક્ષુદર્શન કહે છે, અને તે ચઉરિન્દ્રિય કે તેથી ઉપરના જીવોને જ થાય છે. આ બોધને આવરણ કરનારું કર્મ તે ચક્ષુદર્શનાવરણ કર્મ. તેના ક્ષયોપશમ પ્રમાણે આત્મા ચક્ષ દ્વારા જ્ઞેય પદાર્થનો સામાન્ય બોધ કરી શકે છે.