________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૮, સૂત્ર-૭
૧૬૯
સૂત્ર (૮-૭) પ્રયોજન : જ્ઞાનાવરણીય નામની મૂળ પ્રકૃતિના પાંચ ઉત્તર ભેદો
જણાવે છે.
मत्यादीनाम् મત્યાદીનામ્ મિત આદીનાર્ ૮-૭
૮-૭
=
શબ્દાર્થ : મતિ = મતિજ્ઞાન, આદિનામ્ = આદિ શબ્દથી મતિ, શ્રુત, અવિધ, મનઃપર્યય, અને કેવળ એ પાંચ ભેદો છે.
60-2
સૂત્રાર્થ : મતિજ્ઞાન વગેરે પાંચ જ્ઞાનોના આવરણને લીધે જ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારે છે.
ભાવાર્થ : જ્ઞાન પાંચ છે.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. તેથી તેનું આવરણ કરનારા કર્મો પણ પાંચ પ્રકારનાં છે.
(૧) મતિજ્ઞાનાવરણ ઃ ઈન્દ્રિયો અને મન દ્વારા પ્રગટ થતું જે જ્ઞાન તે મતિજ્ઞાન. તેને આચ્છાદન કરે અથવા રોકે તે મતિજ્ઞાનાવરણીય કર્મ.
(૨) શ્રુતજ્ઞાનાવરણ : ગુરુગમ, આગમ અથવા શાસ્ત્ર દ્વારા થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. તેને આચ્છાદન કરે અથવા રોકે તે શ્રુતજ્ઞાનાવરણીય કર્મ.
(૩) અવધિજ્ઞાનાવરણ ઃ ઈન્દ્રિયોની સહાય વિના, આત્મા વડે રૂપી દ્રવ્યોનું મર્યાદા પૂર્વકનું થતું જ્ઞાન તે અવધિજ્ઞાન. તેને આચ્છાદન કરે અથવા રોકે તે અધિજ્ઞાનાવરણીય કર્મ.
(૪) મનઃપર્યવજ્ઞાનાવરણ : અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનના ભાવોને જાણવાની આત્માની જે શક્તિ તે મનઃપર્યવજ્ઞાન, તેને આચ્છાદન કરે અથવા રોકે તે મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ.
(૫) કેવળજ્ઞાનાવરણ : ત્રણે લોકમાં રહેલા સર્વે દ્રવ્યોના ત્રણે કાળના સર્વ પર્યાયોને જાણવા તે કેવળજ્ઞાન. તેને આચ્છાદન કરે અથવા રોકે તે કેવળજ્ઞાનાવરણીય કર્મ.