________________
૧૬૮
અધ્યાય : ૮, સૂત્ર-૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અંતરાય કર્મ (આઠમું) ઉદયમાં આવે છે. માટે સાતમું ગોત્રકર્મ અને આઠમું અંતરાયકર્મ કહેલ છે.
શંકા - ઘાતી અને અઘાતીનો અર્થ શું છે?
સમાધાન :- આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્ય ગુણને જે કર્મો ઢાંકે છે તે ઘાતી કર્મો કહેવાય છે. અને સંસારના ભોગ સામગ્રી દ્વારા સુખ-દુઃખ આપનારા કર્મો અઘાતી કર્મો છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતી કર્યો છે. વેદનીય-આયુષ્ય-નામ અને ગોત્ર એ ચાર અઘાતી કર્મો છે.
સૂત્ર (૮-૬) પ્રયોજન પ્રકૃતિબંધના ઉત્તરભેદોની સંખ્યા દર્શાવે છે. पञ्च-नव-द्वयष्टाविंशति-चतुर्द्विचत्वारिंशद्-द्वि-पञ्चभेदा यथाक्रमम्
પંચ-નવ-દયાવિંશતિ-ચતુદ્ધિચવારિશદ્ધિ-પંચભેદા યથાક્રમમ્
૮-૬ પંચ-નવ-દ્વિ-અષ્ટાવિંશતિ-ચતુ-ચિત્વારિશદ્ધિ-પંચ-ભેદાઃ યથાક્રમમ્
૮-૬ શબ્દાર્થ પંચ = પાંચ (૫), નવ = નવ (૯), દ્ધિ = બે (૨), અષ્ટાવિંશતિ = અઢાવીસ (૨૮), ચતુઃ = ચાર (૪), દ્વિજત્વારિશ = બેતાલીસ (૪૨), ભેદાઃ = પ્રકારો, યથાક્રમમ્ = ક્રમ પ્રમાણે.
સૂત્રાર્થ : (આઠ મૂળ પ્રકૃતિના) અનુક્રમે પાંચ, નવ, બે, અઠ્ઠાવીસ, ચાર, બેંતાલીસ, બે અને પાંચ ભેદો છે.
ભાવાર્થ : જ્ઞાનાવરણીયના ૫, દર્શનાવરણીયના ૯, વેદનીયના ૨, મોહનીયના ૨૮, આયુષ્યના ૪, નામકર્મના ૪૨, ગોત્રકર્મના ૨, અને અંતરાય કર્મના ૫, ભેદો છે. કુલ ભેદો ૯૭ છે.
નામકર્મના જે ૪૨ ભેદ કહ્યા, તેના પ્રતિભેદો ૬૭, ૯૩ અને ૧૦૩ પણ થાય છે. જે આગળ ઉપર સમજાવવામાં આવશે.