________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૫
૧૬૭ જેમ ચિતારો (Painter) રંગ-બેરંગી ચિત્રો ચિતરે છે તેમ નામ કર્મ ભિન્ન ભિન્ન આકારવાળી શરીરે શરીરે ભિન્ન ભિન્ન રચના કરી આપે છે.
(૭) ગોત્રકર્મઃ જેનાથી ઉચ્ચપણુ કે નીચપણુ પમાય તે ગોત્રકર્મ. આત્માના અગુરુ લઘુ ગુણનું આવરણ કરવા સાથે જ આત્માને ઉચ્ચ-નીચ તરીકે ઓળખાવવાનો સ્વભાવ જે કર્મ પુદ્ગલોના જથ્થામાં ઉત્પન્ન થાય તે ગોત્રકર્મ.
આ કર્મ કુંભાર (Potter) જેવું છે. કુંભાર બે જાતના ઘડા બનાવે છે. એક કુંભસ્થાપના અને લગ્નની ચોરી આદિ સારા કાર્યોમાં વપરાય અને બીજા માંસ-મદિરા આદિ ભરવાના તુચ્છ કાર્યોમાં વપરાય. તેવી રીતે ગોત્રકર્મ આ જીવને સંસ્કારી અને અસંસ્કારી ઘરોમાં જન્મ અપાવે છે.
(૮) અંતરાયકર્મ આત્માના અનંતવીર્ય ગુણને દબાવનારા કર્માણુઓ તે અંતરાય કર્મ. આત્માને દાનાદિ કરતાં રોકે - વિન્ન કરે એવા સ્વભાવવાળુ જે કર્મ તે અંતરાયકર્મ કહેવાય છે.
આ કર્મ રાજાના ભંડારી તુલ્ય છે. રાજાની દાન આપવાની ઇચ્છા હોવા છતાં પણ ભંડારી જો પ્રતિકૂળ હોય તો રાજાને “આમ આપ્યા જ કરશો તો તમારો ભંડાર ખુટી જશે” એમ સમજાવી દાન આપવામાં અંતરાય ઊભો કરે છે. તેમ આ કર્મ જીવને દાનાદિ ગુણોમાં વિજ્ઞર્તા છે, અને આત્માની દાન, લાભ, ભોગ અને ઉપભોગ અને વીર્ય, શક્તિઓનો ઘાત કરે છે.
શંકા:- જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય આવો ક્રમ શા માટે ?
સમાધાન:- આત્માના અનંત ગુણોમાં જ્ઞાન-દર્શન ગુણો મુખ્ય છે. તેમાં પણ જ્ઞાન વિશેષ બોધાત્મક હોવાથી જ્ઞાનગુણ પ્રથમ કક્ષામાં આવે, તેથી જ્ઞાનને ઢાંકનારું જ્ઞાનાવરણીય કર્મ પ્રથમ કહ્યું અને દર્શન ગુણને ઢાંકનારું દર્શનાવરણીય કર્મ પછી કહ્યું છે.
આ બે કર્મો ઉદયમાં આવે ત્યારે જીવને દુઃખ થાય છે. અને આ બન્ને કર્મોનો ક્ષયોપશમ થાય ત્યારે જીવને આનંદ થાય છે. માટે વેદનીય કર્મને ત્રીજું કહ્યું.
સુખ-દુઃખથી રાગ-દ્વેષ થાય છે. માટે ચોથું મોહનીય કહ્યું છે. મોહનીય કર્મથી ચાર ગતિનાં આયુષ્ય બંધાય છે. માટે પાંચમું આયુષ્ય કર્મ.
આયુષ્યને આધારે ગતિ-જાતિ અને શરીર મળે છે. માટે નામકર્મ છä. નામ કર્મને અનુસારે શુભ કે અશુભ ગોત્ર કર્મ (સાતમું) ઉદયમાં આવે છે અને ગોત્રને અનુસાર