________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૮, સૂત્ર-પ
-
અન્તરાયાઃ ૮-૫
શબ્દાર્થ : આદ્ય = પહેલો (પ્રકૃતિબંધ), જ્ઞાન = વિશેષ બોધ, દર્શન = સામાન્ય બોધ, આવરણ = ઢાંકનારું, વેદનીય = વેદના આપે, મોહનીય = મોહ પમાડે, આયુષ્ય = જીવવાની સમય મર્યાદા, નામ = શરીરને જુદા જુદા રૂપ આપે, ગોત્ર ઊંચનીચપણું, અંતરાય વિઘ્ન આપનારું.
૧૬૫
=
સૂત્રાર્થ : આદ્યના (પહેલા પ્રકૃતિબંધના) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય (એમ આઠ ભેદો) છે.
ભાવાર્થ : સામાન્યથી કર્મ એક છે.
પુણ્ય-પાપની અપેક્ષાએ કર્મના બે ભેદ છે.
પ્રકૃતિ, સ્થિતિ, રસ (અનુભાવ) અને પ્રદેશની અપેક્ષાએ કર્મના ચાર ભેદ છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિની દૃષ્ટિએ કર્મના આઠ ભેદ છે. એક એક મૂલ કર્મના પેટાભેદો ગણતા આઠે કર્મના કુલ એકસો અઠ્ઠાવન (૧૫૮) પેટા ભેદો પણ છે. આઠે મૂલ કર્મોમાંથી આયુષ્ય વિનાના સાત મૂળ કર્મો આ આત્મા નવમા ગુણઠાણા સુધી પ્રતિસમયે અવશ્ય બાંધે છે. આયુષ્ય કર્મ ભવમાં એક જ વાર બંધાય છે.
સંસારના તમામ પદાર્થોમાં બે જાતના ધર્મો છે. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ.
જ્યાં વસ્તુ સ્પષ્ટ ન જણાય પરંતુ આ કંઈક છે એમ અસ્પષ્ટ જણાય તે સામાન્ય ધર્મ અને તે જ વસ્તુ જ્યારે સ્પષ્ટપણે જણાય ત્યારે તે વિશેષ ધર્મ કહેવાય છે. વસ્તુના ધર્મો બે પ્રકારના હોવાથી તે ધર્મોને જાણવાની આત્માની શક્તિ પણ બે પ્રકારની કહેવાય છે. વિશેષધર્મને જાણવાની જે શક્તિ તે જ્ઞાન અને સામાન્ય ધર્મને જાણવાની જે શક્તિ તે દર્શન. પ્રકૃતિબંધના આઠ ભેદો સંક્ષેપમાં નીચે પ્રમાણે છે
(૧) જ્ઞાનાવરણીય : જેના વડે જ્ઞાન અર્થાત્ વિશેષ બોધ અવરાય (ઢંકાય) તે જ્ઞાનાવરણ. અર્થાત્ જે કર્મ આત્માના જ્ઞાનગુણને ઢાંકી દે તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. આ કર્મ આંખ ઉપરના પાટા જેવું છે. જેમ આંખની આડા પાટાથી માણસ જોઈ શકતો નથી તેવી રીતે જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જીવ વસ્તુના વિશેષધર્મને જાણી શકતો નથી.