________________
૧૬૪
અધ્યાય : ૮, સૂત્ર-પ
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
ક્યારેક અતિશય વધારે પ્રદેશોવાળુ કર્મ આ આત્મા બાંધે છે તે પ્રદેશબંધ કહેવાય છે. દરેક કર્મના પ્રદેશોની સંખ્યા સરખી બંધાતી નથી. કર્માણુઓની વહેંચણી આ પ્રમાણે છે :
સૌથી ઓછા કર્માણુઓ આયુષ્યના ફાળે જાય છે.
તેનાથી વિશેષાધિક પણ પરસ્પર સમાન કર્માણુઓ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયના ફાળે જાય છે.
તેનાથી વિશેષાધિક પણ પરસ્પર સમાન કર્માણુઓ નામ-ગોત્રના ફાળે જાય છે. સૌથી અધિક કર્માણુઓ વેદનીયના ફાળે જાય છે.
જ્યારે લાડવો બનાવાય છે ત્યારે એકી સાથે પ્રકૃતિ આદિ ચારે ભાવોનું નિર્માણ તેમાં થાય છે. તેવી જ રીતે બંધાતા કર્મોમાં એક જ સમયે તે કર્મના પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશાત્મક ભાવોનું નિર્માણ થાય છે.
પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ મન-વચન-કાયાના યોગના આધારે થાય છે. જેમ જેમ આત્મામાં યોગ વધારે તેમ તેમ પ્રદેશો વધારે બંધાય છે. અને યોગ ઓછો હોય તો પ્રદેશો ઓછા બંધાય છે.
સ્થિતિબંધ અને રસબંધ કષાયના આધારે થાય છે. કષાય વધારે હોય તો સ્થિતિ અને અશુભ કર્મોનો રસ વધારે બંધાય અને કષાય ઓછો હોય તો સ્થિતિ અને અશુભ કર્મોનો રસ ઓછો બંધાય છે.
સૂત્ર (૮-૫) પ્રયોજન : પ્રકૃતિબંધના આઠ મૂળ ભેદો જણાવે છે. आद्यो ज्ञान-दर्शनावरण- वेदनीय- मोहनीयायुष्क- नाम गोत्रान्तरायाः
૮-૧
આઘો જ્ઞાન-દર્શનાવરણ-વેદનીય-મોહનીયાયુષ્ક-નામ ગોત્રાન્તરાયાઃ
૮-૫
આઘો જ્ઞાન-દર્શનાવરણ-વેદનીય-મોહનીય-આયુષ્ય નામ-ગોત્ર