SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૮, સૂત્ર-૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ ૧૬૨ કેવી અસર પહોંચાડશે ? એમ કર્માણુઓમાં સ્વભાવનો જે નિર્ણય થાય છે તેને પ્રકૃતિબંધ કહેવામાં આવે છે. લાડવાના દૃષ્ટાંતથી પ્રકૃતિબંધ વિચારીએ : શરીરમાં થયેલા વાયુને દૂર કરે એવા સૂંઠ-મરી આદિ દ્રવ્યોથી બનાવેલ લાડવો જેમ વાયુને હરે, જીરૂ આદિ દ્રવ્યો નાંખીને બનાવેલ લાડવો જેમ શરીરમાં પિત્તને દૂર કરે, અને લિંડીપીપર આદિ દ્રવ્યો નાંખીને બનાવેલ લાડવો શરીરના કફને દૂર કરે છે. આવા વાયુ-પિત્ત અને કફને દૂર કરવાનો સ્વભાવ તે તે લાડવાનો છે. તેવી રીતે બંધાતુ કર્મ પણ કોઈ કર્મ આત્માના જ્ઞાન ગુણને ઢાંકવાના સ્વભાવવાળું છે. અને કોઈ કર્મ સાતા-અસાતા આપવાના સ્વભાવવાળું બંધાય છે તે પ્રકૃતિબંધ કહેવાય છે. આ પ્રમાણે આત્માના અન્ય ગુણો વિશે સમજવું. (૨) સ્થિતિબંધ : કર્માણુઓમાં ઉત્પન્ન કરવામાં આવેલ ગુણોને આવરણ કરવાનો જે સ્વભાવ છે તે સ્વભાવ તે કર્માણુઓમાં ક્યાં સુધી રહેશે ? અર્થાત તે કર્મરૂપે બંધાયેલા કર્માણુઓ આત્મા સાથે કેટલો સમય રહેશે ? એમ તે સમયનું કાળમાપનું નક્કી થવું તે સ્થિતિબંધ. કર્મોની સ્થિતિના ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ મુખ્ય બે ભેદો છે. બાંધેલું કર્મ આત્મા સાથે વધુમાં વધુ કેટલો કાળ રહે તે ઉત્કૃષ્ટ અને ઓછામાં ઓછો કેટલો કાળ રહે તે જઘન્યબંધ કહેવાય છે.. જેમ કોઈ ચુરમાનો લાડવો એક કે બે દિવસ સારો રહે. બુંદીનો લાડવો આઠ થી દસ દિવસ સારો રહે, શિયાળાના પાકરૂપે મેથી-ગુંદ વગેરેનો બનાવેલો લાડુ ત્રીસ દિવસ સારો રહે તેવી રીતે બંધાયેલું કોઇ કર્મ આત્મા સાથે ૨૦ કોડાકોડી સાગરોપમ રહે, કોઈ કર્મ ૩૦ કો.કો.સાગરોપમ રહે અને કોઈ કર્મ ૭૦ કો. કો. સાગરોપમ પણ રહે. આ પ્રમાણે આત્માની સાથે કર્મને રહેવાના કાળમાપનું નક્કી થવું તે સ્થિતિબંધ. (૩) રસબંધ : ગુણોને આવરવાનો અને અઘાતી કર્મોમાં સાંસારિક સુખ દુઃખ આપવાનો જે સ્વભાવ આ આત્માએ કર્માણુઓમાં પ્રકૃતિબંધ દ્વારા કર્યો છે. તેની તરતમતા - હાનિવૃદ્ધિ - તીવ્રતા - મંદતા ને રસબંધ કહેવાય છે. જેમ કે બંધાયેલા જ્ઞાનાવરણીય કર્મમાં જ્ઞાન ઢાંકવાનો સ્વભાવ ઉત્પન્ન થયો. પરંતુ કોઈ વ્યક્તિ જુદા જુદા ત્રણ ગુરુઓ પાસે એક જ વિષય જુદી જુદી રીતે સમજે તો પણ તે વિષય પૂરો ન સમજાય એવું બને. બીજી વ્યક્તિ તે જ વિષય એક જ ગુરુ પાસે એકવાર સમજે તો પણ સમજાઈ
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy