________________
તત્ત્વાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૪
૧૬૧ શબ્દાર્થ સ = 0, (જીવ વડે કર્મને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ કરવું), બન્ધ = બન્ધ (જીવકર્મનું ક્ષીર-નીરવત્ એકરૂપ થવું).
સૂત્રાર્થ: તે જ (કર્મનો) બંધ છે.
ભાવાર્થ કષાયવાળા જીવે ગ્રહણ કરેલા કાર્મણવર્ગણાનાં પુદ્ગલો આત્માના એક એક પ્રદેશમાં દૂધ અને પાણીની જેમ એકમેક થાય તેમ અથવા તપેલા લોઢાના ગોળામાં લોઢુ અને આગ જેમ એકમેક થાય તેમ આત્માની સાથે વ્યાપ્ત બને તેને જ બંધ કહેવાય છે. આ દ્રવ્ય બંધ છે. કષાયવાળા આત્માના જે પરિણામ છે તે ભાવબંધ છે.
સૂત્ર (૮-૪) પ્રયોજન : બંધના ભેદો જણાવે છે. प्रकृति-स्थित्यनुभाव-प्रदेशास्तद्विधयः ૮-૪ પ્રકૃતિ-સ્થિત્યનુભાવ-પ્રદેશાસ્તદ્વિધયઃ ૮-૪ પ્રકૃતિ સ્થિતિ અનુભાવ પ્રદેશા તદ્ વિધયઃ ૮-૪
શબ્દાર્થ : પ્રકૃતિ = સ્વભાવ, સ્થિતિ = કાળ મર્યાદા, અનુભાવ = તીવ્ર રસ કે મંદરસ, પ્રદેશ = કર્મ પુદ્ગલોનો જથ્થો, તદ્ = તે બંધના, વિધયઃ = (બંધના) પ્રકારો.
સૂત્રાર્થ : પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાવબંધ (રસબંધ) અને પ્રદેશબંધ એમ બંધના (ચાર) પ્રકારો છે.
ભાવાર્થ આત્માની સાથે કાર્યણાવર્ગણા લોહાગ્નિની જેમ જે એકમેક થાય છે અને કર્મરૂપે રૂપાન્તર થાય છે તેને જ બંધ કહેવાય છે એવું ત્રીજા સૂત્રમાં બતાવ્યું છે. જ્યારે બંધ થાય છે ત્યારે (એટલે કે તે જ સમયે) (૧) સ્વભાવ (૨) સ્થિતિ (૩) ફળ આપવાની શક્તિ અને (૪) કર્મના અણુઓની વહેંચણી એ ચાર બાબતો નક્કી થાય છે. એ ચારને ક્રમશઃ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ કહેવામાં આવે છે.
(૧) પ્રકૃતિબંધ : પ્રકૃતિ એટલે સ્વભાવ. કર્મના જે અણુઓનો આત્માની સાથે સંબંધ થયો તે અણુઓમાં કયા કયા અણુઓ આત્માના કયા ગુણને દબાવશે? આત્માને