SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ અધ્યાય : ૮, સૂત્ર-૨-૩ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ બંધ બંને તત્ત્વો શાસ્ત્રોમાં ભિન્ન કહ્યાં છે. માટે બંનેના કારણો ભિન્ન ગણાવ્યાં છે જ્યાં જ્યાં કાર્યભેદ હોય ત્યાં ત્યાં કારણભેદ હોવો જોઈએ એ ન્યાયથી ભિન્ન ગણાવ્યાં છે. આશ્રવ અને બંધમાં, બંધ વધારે દુ:ખદાયી છે. તેનો નાશ કરવો અતિ આવશ્યક છે. તેથી તેના કારણો પણ ક્રમસર નાશ થઈ શકે તે માટે ક્રમસર કહ્યા છે. મિથ્યાત્વ પહેલા ગુણઠાણા સુધી, અવિરતિ ચાર ગુણઠાણા સુધી, પ્રમાદ છ ગુણઠાણા સુધી, કષાય દસ ગુણઠાણા સુધી અને યોગ તેર ગુણઠાણા સુધી હોય છે, જેમ જેમ આ હેતુઓનો અભાવ થતો જાય છે તેમ તેમ સાધકની વિકાસયાત્રા ક્રમશઃ ઉપર ને ઉપર થતી જાય છે. ૮-૨ સૂત્ર (૮-૨) પ્રયોજન : બંધ કોનો થાય ? કઇ રીતે થાય ? વગેરે વિષય જણાવે છે. सकषायत्त्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते ૮-૨ સકષાયત્ત્તાજજીવઃ કર્મણો યોગ્યાન્ પુદ્ગલાનાદત્તે સકષાયત્ત્વાત્ જીવઃ કર્મણઃ યોગ્યાન્ પુદ્ગલાન્ આદત્તે ૮-૨ શબ્દાર્થ : સકષાયત્વાત્ =કષાય સહિત, જીવ = જીવાત્મા, કર્મણઃ જે કરાય તે કર્મ', યોગ્યાન્ = યોગ્ય, પુદ્ગલાન્ = પુદ્ગલોને, આદત્તે = ગ્રહણ કરે છે. = સૂત્રાર્થ : જીવ કાયયુક્ત હોવાથી કર્મને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. ભાવાર્થ : આશ્રવ તત્ત્વમાં સૂત્ર ૬-૨ અને ૬-૬ માં અને બંધતત્ત્વમાં સૂત્ર ૭-૧ માં કર્મબંધના હેતુઓ કહ્યા છે. પરંતુ તે સર્વેમાં કષાય જ મુખ્ય કારણ છે. તેથી આ સૂત્રમાં કષાયનો ઉલ્લેખ કરીને સૂત્રકાર જણાવે છે કે આ જીવ કષાયવાળો છે તેના કારણે કર્મબંધને યોગ્ય એવા કાર્મણ વર્ગણાનાં પુદ્ગલો ગ્રહણ કરીને તે પુદ્ગલોનું કર્મરૂપે રૂપાંતર કરે છે. સૂત્ર (૮-૩) પ્રયોજન : આ રીતે કર્મવર્ગણાના ગ્રહણને જ બંધ કહે છે. स बन्धः ૮-૨ સ બન્ધઃ ૮-૩ સ બન્ધઃ ૮-૩
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy