SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૧ ૧૫૯ કોઈ પરંપરામાં પ્રમાદના આઠ ભેદો પણ કહ્યા છે. (૧) અજ્ઞાન (૨) સંશય (૩) મિથ્યાજ્ઞાન (૪) રાગ (૫) દ્વેષ (૬) મતિભ્રંશ (ભૂલી જવું) (૭) ધર્મકાર્યમાં અનાદર અને (૮) યોગોનું દુષ્મણિધાન (અયોગ્ય પ્રવૃત્તિ) એમ આઠ પ્રકારનો પણ પ્રમાદ કહ્યો છે. અહીં પાંચ અને આઠ પ્રકારના પ્રમાદનો કષાયમાં સમાવેશ થઈ જાય છે. એટલે જ કર્મગ્રંથમાં પ્રમાદને જુદો બંધ હેતુ ગણાવ્યો નથી છતાંપણ પાંચ પ્રકારના પ્રમાદમાં કષાય નામનો ત્રીજો બંધહેતુ જ પ્રધાન છે. સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારીએ તો મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ એ ત્રણેનો કષાયમાં સમાવેશ થઈ જાય છે. એટલે જ કર્મપ્રકૃતિ (કમ્મપડિ) વગેરે ગ્રંથોમાં કષાય અને યોગ એમ બે જ બંધહેતુ કહ્યા છે. મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ આ ત્રણ બંધહેતુ કાર્ય છે અને કષાય એ કારણ છે. એમ કાર્ય-કારણ સમજાવવા કષાયનો જુદો ઉલ્લેખ કર્યો છે. - મિથ્યાત્વ એ અનંતાનુબંધી કષાયનું કાર્ય છે. અવિરતિ તે અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણ કષાયોનું કાર્ય છે. અને પ્રમાદ તે સંજ્વલન કષાયનું કાર્ય છે. અનંતાનુબંધી કષાયનો ક્ષયોપશમ થતાં મિથ્યાત્વ દૂર થાય છે. અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણ કષાયોનો ક્ષયોપશમ થતાં અવિરતિ દૂર થાય છે. સંજ્વલન કષાયોનો ક્ષયોપશમ થતાં પ્રમાદ દૂર થાય છે. (૪) કષાય : ક્રોધ, માન, માયા અને લોભ ચાર કષાયો છે. (૫) યોગ : મન, વચન અને કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિ એમ ત્રણ પ્રકારે યોગ શંકા : છઠ્ઠા અધ્યાયના બીજા અને છઠ્ઠી સૂત્રોમાં આશ્રવનાં કારણો કહ્યાં છે. સામાન્યપણે યોગ અને વિશેષપણે ઈન્દ્રિય, અવ્રત, કષાય અને ક્રિયાને આશ્રવનાં કારણો કહ્યા છે. અહીં બંધના કારણો મિથ્યાત્વ આદિ પાંચ કહ્યા છે. તો જે આશ્રવનાં કારણો છે તે જ બંધનાં કારણો અને જે બંધનાં કારણો છે તે જ આશ્રવનાં કારણો થઈ જાય છે તો આ બન્ને જુદા કહેવાનું કારણ શું? સમાધાન : સામાન્યથી આશ્રવ અને બંધ (કર્મોનું આવવું અને આત્મા સાથે જોડાવું) આ બંને તત્ત્વો તે કંઈ અત્યંત ભિન્ન નથી પરંતુ કંઈક એકરૂપ પણ છે. એટલે કારણો એકરૂપ ગણીએ તો કંઈ દોષ નથી. છતાં વિશેષ વિચારીએ તો આશ્રવ અને
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy