________________
૧૫૮
અધ્યાય : ૮, સૂત્ર-૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા હોવા છતાં પણ અજ્ઞાનતાના કારણે અમુક વસ્તુ અમુક સ્વરૂપે હશે કે નહિ તેવી શંકા કરવી. તે શંકા અતિચાર કહેવાય છે. શંકા અતિચાર યુક્ત જીવ ચોથા ગુણસ્થાને હોય છે.
ટૂંકમાં સાંશયિક મિથ્યાત્વમાં જિનવચનની પ્રમાણિકતામાં શંકા છે અને શંકા અતિચારમાં શાસ્ત્રોમાં વર્ણવેલા પદાર્થો અંગે શંકા છે.
મિથ્યાત્વના ભેદ
આભિગ્રહિક
વિપરીત સમજણના કારણે અન્ય દર્શન ઉપર શ્રદ્ધાનો આગ્રહ રાખે.
અનાભિગ્રહિક આભિનિવેશિક
યોગ્ય સમજણનો | અહંકારના કારણે અભાવ હોવાથી | અસત્યને અસત્ય સર્વ દર્શનો
સમજવા છતાં
ઉપર શ્રદ્ધા રાખે.
કોઈ દર્શનનો આગ્રહ ન રાખો
પોતે સ્વીકારેલી માન્યતાને પકડી
રાખે. કદાગ્રહ વાળી બુદ્ધિ.
સાંયિક
વીતરાગની
વાણી ઉપર
શંકા કરે
અનાભોગિક
અજ્ઞાનતાના
કારણે શ્રદ્ધા નથી
ખોટો આગ્રહ પણ નથી.
કોઈ સત્ય સમજાવે તો
સમજી જાય.
સરળતા છે.
(૨) અવિરતિ : હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહથી મન-વચનકાયાના યોગ પૂર્વક કરવા-કરાવવા કે અનુમોદના થકી અટકવું તે વિરતિ અને તેથી વિપરીત તે અવિરતિ.
ઇચ્છાપૂર્વક ત્યાગનો અભાવ અથવા પચ્ચખાણ પૂર્વક પાપથી વિરમવાની (અટકવાની) વૃત્તિનો અભાવ તેને અવિરતિ કહેવાય છે. છ કાયની હિંસા તથા બાહ્ય પાંચ ઈન્દ્રિયો અને મન એમ છ ઇન્દ્રિયોનો અસંયમ, કુલ મળીને અવિરતિના ૧૨ ભેદ શાસ્ત્રમાં કહ્યા છે.
(૩) પ્રમાદ : આળસ, ધાર્મિક અનુષ્ઠાનોમાં ઉત્સાહનો અભાવ, ભૂલી જવું, રાગદ્વેષવાળી કથાઓનો રસ, આર્તધ્યાન, રૌદ્રધ્યાન વગેરે પ્રમાદ કહેવાય છે. શાસ્ત્રોમાં (૧) મદ્ય (માદક આહાર, મદિરાપાન), (૨) પાંચ ઇન્દ્રિયોના વિષયોનો ઉપભોગ, (૩) ચાર કષાયો, (૪) નિદ્રા અને (૫) ચાર વિકથા (સ્રીકથા, ભક્તકથા, દેશકથા, રાજકથા) એમ પાંચ પ્રકારનો પ્રમાદ કહ્યો છે. તેનાથી પણ કર્મ બંધાય છે.