SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૮, સૂત્ર-૧ ૧૫૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ શંકા ઃ અભિગ્રહ અને અભિનિવેશ બંનેના અર્થ ‘પકડ’ છે તો બંને જુદા કેમ કહ્યા? સમાધાન : વાત સાચી છે. બંનેનો અર્થ પકડ છે પરંતુ બંનેની પકડમાં ફેર છે. આભિગ્રહિક મિથ્યાત્વમાં વિપરીત સમજણથી પકડ છે. જ્યારે અભિનિવેશિકમાં અંદરથી સત્ય હકીકતને સમજવા છતાં ‘‘હું કહું એ જ સાચુ” એવો કદાગ્રહ રાખી પોતાની અસત્ય માન્યતા ઉપર પકડ રાખે છે. આભિગ્રહિક મિથ્યાત્વ જૈનદર્શન સિવાય કોઇ એક દર્શનના આગ્રહવાળાને હોય છે. જ્યારે આભિનિવેશિક મિથ્યાત્વ જૈનદર્શન પામેલાને હોય છે. શંકા ઃ અભવ્ય જીવોને અનાભિગ્રહિક, સાંશયિક અને આભિનિવેશિક મિથ્યાત્વ કેમ ન હોય ? સમાધાન : અનાભિગ્રહિક મિથ્યાત્વવાળો જીવ જેમ પોતે માનેલા તત્ત્વોના અર્થને સાચા માને તેમ બીજાઓએ માનેલા તત્ત્વોના અર્થને પણ સાચા માને. આવા જીવોને કોઇ તક મળી જાય અને તત્ત્વ સમજવાનું મન થઇ જાય તો તત્ત્વ પ્રાપ્ત કરી શકે છે. બધા દર્શનો સારા લાગ્યા એટલે એ જીવને મોક્ષ અને મોક્ષના ઉપાયને માનનારું દર્શન પણ સારું લાગે. અભવ્ય તો મોક્ષને માનતો નથી. એટલે અભવ્ય જીવમાં અનાભિગ્રહિક મિથ્યાત્વ હોય નહીં. સાંશયિક મિથ્યાત્વ પણ અભવ્યમાં સંભવતું નથી. કારણ કે ભગવાનના વચનની પ્રમાણિકતાના વિષયમાં સંશય હોવા છતાં પણ તે ખોટું જ છે. એવો નિર્ણય સાંશયિક મિથ્યાત્વળાળાને હોતો નથી.જ્યારે અભવ્યને તો મોક્ષ વિષે શંકા પણ થાય નહીં. આભિનિવેશિક મિથ્યાત્વ અભવ્યને સંભવે જ નહિ કેમ કે અભવ્ય જીવ કદી પણ સમ્યક્ત્વ પામે નહિ. જે જીવો સમ્યગ્દર્શન પામ્યા પછી પણ ભગવાને કહેલા અર્થથી ઉલ્ટા અર્થના આગ્રહી બની જાય છે તેમના મિથ્યાત્વને જ આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય છે. શંકા : સાંશયિક મિથ્યાત્વ અને શંકા અતિચાર એ બેમાં શું ભેદ છે ? સમાધાન : સર્વજ્ઞે કહેલા જીવાદિ તત્ત્વો (જિન-વાણી) સત્ય હશે કે નહિ ? એવી શંકા એ સાંશયિક મિથ્યાત્વ છે. સાંશયિક મિથ્યાત્વવાળો જીવ પહેલા ગુણસ્થાને હોય છે. આગમમાં જણાવેલા પદાર્થો, મંદમતિથી ન સમજી શકવાથી વીતરાગ પરમાત્મા
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy