________________
Oિl802 , સાતમા અધ્યાયનો સંક્ષિપ્ત સાર
છઠ્ઠા અધ્યાયમાં આશ્રવના કારણરૂપ મિથ્યાત્વ, અવિરતિ આદિ દર્શાવ્યા હતા. સાતવેદનીયકર્મના આશ્રવમાં વ્રતીનું કથન છે. વ્રતી સાધુ અને શ્રાવક બંન્ને હોય છે. સાતમા અધ્યાયમાં વ્રતના અતિચારો આશ્રવરૂપ છે. તે જણાવી વ્રતના અતિચારોનું જ્ઞાન કરાવવા માટે વ્રતોનું પણ જ્ઞાન આ અધ્યાયમાં કરાવ્યું છે.
જીવની ચારે ગતિના પરિભ્રમણનું મૂળ કારણ સાત તત્ત્વોમાં આશ્રવતત્ત્વ છે. પછીની કાર્યવાહી બંધ તત્ત્વ સંભાળે છે. આશ્રવ આમ તો બંધરૂપ જ છે, છતાં જેમ ઘરનાં મહેમાનનું આવવું અને આવ્યા પછી રહેવું, તેના જેવી આ રચના છે.
આશ્રવથી અટકવું એટલે પાપથી અટકવું. પાપથી અટકવા માટે વ્રતો સાધન છે. વાસ્તવમાં રાગ-દ્વેષરૂપ કષાય એ બંધનું કારણ છે. કષાય એ આશ્રવનો જ પ્રકાર છે. ગ્રંથકારે સરળ ઉપાય તરીકે વ્રતાદિનું પાપથી અટકવાનું નિરૂપણ કર્યું છે.
રાગ-દ્વેષ એ કર્મની મુખ્યપણે ગ્રંથી છે અને પાંચ આશ્રવ વડે તે પોષાય છે. અર્થાત્ રાગ-દ્વેષ શત્રુ છે અને આશ્રવો શસ્ત્ર છે. શસ્ત્ર છીનવાઇ જતાં શત્રુ નરમ પડે છે, તેમ આશ્રવ અટકી જવાથી રાગ-દ્વેષ સ્વયે નરમ પડે છે. વ્રત વગેરેથી સાધક આત્મા સંયમમાં આવે છે. કંઇક જાગૃત રહે છે. પાપથી અટકે ત્યારે તેની આત્મ વિચારણા પ્રબળ બને છે.
શ્રાવક અણુવ્રતધારી છે, સાધુ મહાવ્રતધારી છે. બન્નેએ વ્રત વગેરેનું પાલન અતિચાર રહિતપણે કરવાનું છે. તેમાં પણ મહાવ્રતધારીને શુદ્ધ પાલન માટે વિશિષ્ટ પ્રકારે ભાવનાનું બળ વધારવાનું છે.
અણવ્રતધારીને વ્રત ધારણ કર્યા પછી તેમાં દોષ લાગે તો વ્રત દ્વારા જે કર્મ ઘટવા જોઇએ, તેને બદલે કર્મોની વૃદ્ધિ થઈ જાય, તે ન થાય તે માટે વ્રત ગ્રહણ અને પાલનમાં વિશેષ જાગૃતિ માટે અતિચાર દ્વારા દોષો દર્શાવાય છે. ' ઉપશમ સમ્યક્ત અલ્પકાલિન છતાં શુદ્ધ હોવાથી ત્યાં અતિચારનો દોષ સંભવતો નથી. ક્ષાયિકસમ્યક્ત જીવના શુદ્ધ પરિણામરૂપે છે. તે અત્યંત નિર્મળ અવસ્થાવાળું હોવાથી તેમાં અતિચારનો દોષ સંભવતો નથી. ક્ષાયોપથમિક સમ્યક્ત અતિચારના દોષ સહિત છે. તે અવિરત, દેશવિરતિઘર શ્રાવકને અને સર્વવિરતિઘર મુનિને પણ હોય છે. કારણ કે ક્ષાયોપથમિક સમ્યક્નમાં મોહનીયકર્મ પડયું છે, અને ઉદયમાં સમ્યક્વમોહનીયનું નિમિત્ત રહે છે. અંશે દોષ લાગે છે, ત્યારે સમ્યક્ત મલિન થાય છે. પરંતુ સમ્યક્ત્વ ચાલ્યું જતું નથી.