SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ અધ્યાય : ૭, સૂત્ર-૩૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ હર્ષ સાધુ કોઈ વસ્તુ માંગે ત્યારે હર્ષ પામે, વસ્તુનું દાન દેતાં પણ હર્ષ પામે, આપ્યા પછી પણ અનુમોદના કરે. શુભાશય : પોતાના આત્માનો સંસારથી નિસ્તાર કરવાના આશયથી દાન આપે અર્થાત્ કર્મ નિર્જરાની બુદ્ધિથી દાન આપે. ચાર દોષોનો અભાવ હોવો જોઈએ. • વિષાદનો અભાવ આપ્યા પછી મેં ક્યાં આપી દીધું? વધારે અપાઈ ગયું તેવો પશ્ચાત્તાપ ન કરે પણ વ્રતીના ઉપયોગમાં આવે એને પોતાનું ભાગ્ય માને. સંસાર સુખની ઇચ્છાનો અભાવઃ દાન આપીને તેના ફળરૂપે કોઈપણ જાતના સંસાર સુખની ઇચ્છા ન રાખે. માયાનો અભાવઃ દાન આપવામાં કોઈપણ જાતની માયા ન કરતાં સરળ ભાવથી દાન કરે. નિદાનનો અભાવઃ દાનના ફળ રૂપે પરલોકમાં સ્વર્ગાદિ સુખની કોઈપણ અપેક્ષા ન રાખે. (૪) પાત્ર વિશેષતાઃ દાન લેનાર પાત્ર તીર્થંકર પરમાત્મા, ગણધરભગવંતો, સામાન્ય કેવળીભગવંતો, પૂર્વધરો તથા સંસારના ત્યાગી મહાવ્રતધારી, સમ્યત્વ વગેરે ગુણોથી યુક્ત એવા મુનિમહાત્માઓ તે સર્વે સર્વશ્રેષ્ઠ પાત્ર અથવા સુપાત્ર ગણાય. મિથ્યાત્વી અને દીન દરિદ્રી જીવો અનુકંપ્ય (અનુકંપાનું પાત્ર) કહેવાય. આ પ્રમાણે દાન લેનાર પાત્ર જેટલું ઉંચું તેટલું દાન આપનારનું મન વધુને વધુ ભાવોલ્લાસવાળું બને માટે તે દાન ધર્મ ઉત્તમ ગણાય છે. ) અધ્યાય સાત સંપૂર્ણ
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy