________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
•
·
જેટલી વિધિ વધારે સચવાય તેટલો દાનધર્મ અને તેનું ઊંચુ ફળ પ્રાપ્ત થાય છે. જેટલી વિધિ ઓછી સચવાય તેટલો દાનધર્મ અને તેનું ફળ ઓછું પ્રાપ્ત થાય છે.
ક્ષેત્ર, કાળ, શ્રદ્ધા, સત્કાર, ક્રમ અને કલ્પનીય એમ છ પ્રકારની વિધિ છે.
ક્ષેત્ર ઃ જે ક્ષેત્રમાં જે ચીજ વધુ ઉપકારી હોય તે ક્ષેત્રમાં તે વસ્તુનું વધારે દાન કરવું.
કાળ : જે કાળે જે વસ્તુ ઉપકારી (લાભદાયી) હોય તે કાળે તે વસ્તુનું વધારે દાન કરવું.
શ્રદ્ધા : અતિ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક દાન આપવું.
સત્કાર : હૃદયમાં અતિશય પૂજ્યભાવ રાખીને દાન કરવું.
ક્રમ : ચઢીયાતી વસ્તુનું પ્રથમ દાન કરવું. ત્યારપછી ક્રમશઃ સામાન્ય વસ્તુઓનું દાન કરવું.
કલ્પનીય : દોષ રહિત શુદ્ધ આહારનું દાન કરવું.
(૨) દ્રવ્ય વિશેષતા : અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર વગેરે શ્રેષ્ઠ દ્રવ્યોનું દાન કરવું જોઈએ.
·
·
•
અધ્યાય : ૭, સૂત્ર-૩૪
ભાવાર્થ : (૧) વિધિ (૨) દ્રવ્ય (૩) દાતા અને (૪) પાત્ર.
•
આ ચારની વિશેષતાથી દાનધર્મમાં અને તેના ફળમાં તરતમતા હોય છે.
(૧) વિધિ વિશેષતા : એટલે વિધિપૂર્વક દાન આપવું.
•
૧૪૫
(૩) દાતૃ વિશેષતા : દાતા પ્રસન્નચિત્ત, આદર, હર્ષ, અને શુભાશય એ ચાર ગુણોથી યુક્ત હોવો જોઈએ. દાતા વિષાદ, સંસારસુખની ઇચ્છા, માયા અને નિદાન એ ચાર દોષોથી રહિત હોવો જોઈએ.
પ્રસન્ન ચિત્ત : સાધુ ઘેર પધારે ત્યારે હું પુણ્યશાળી છું તેથી તપસ્વીઓ મારા ઘેર પધારે છે એમ વિચારે અને પ્રસન્નતા અનુભવે.
આદર : જ્યારે પણ મુનિ મહાત્મા પધારે ત્યારે પધારો...પધારો... એવી સતત આનંદની વૃદ્ધિ હોય. લાભ આપો કહેતા થાકતો ન હોય.