________________
૧૪૪
અધ્યાય : ૭, સૂત્ર-૩૪
આનુષંગિક સ્વ-પરનો ઉપકાર ઃ (દાન દ્વારા)
સાધુ સંતો આવા પ્રકારનું આહાર અને ઉપકરણોનું દાન મળવાથી, તત્વ ચિંતન, પ્રવચન ઉપદેશ અને ધર્મક્રિયાઓ કરવારૂપ મન, વચન અને કાયાના શુભ યોગો દ્વારા બંધાતા પુણ્યથી આ ભવમાં અને પર ભવમાં જે સંસારિક અનુકુળતાઓ પામે તે પરનો આનુષંગિક ઉપકાર.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
દીન-દરિદ્રી લોકો દાન પામીને, આપનારાની પ્રશંસા-અનુમોદના કરવા દ્વારા જે પુણ્ય બાંધે અને તેના ઉદયથી જે સુખસંપત્તિ પામે તે દીન દુઃખી જીવોનો આનુષંગિક ઉપકાર.
દાન આપતી વખતે પરના દુઃખને ભાંગવા રૂપ મનના શુભ ભાવ, વચનથી કરાતું સત્કારપૂર્વકનું દાન અને કાયાથી દાનાદિની ક્રિયા, એ શુભયોગોથી બંધાતા પુણ્યજન્ય સુખ-સંપત્તિ, તે સ્વનો આનુષંગિક ઉપકાર.
આ રીતે સ્વ-પરના પારમાર્થિક અને આનુષંગિક ઉપકાર માટે પોતાની માલિકીની વસ્તુના ત્યાગને દાન કહેવાય છે.
સૂત્ર (૭-૩૪) પ્રયોજન : સૂત્રકાર દાનની તથા તેના ફળની વિશેષતા જણાવે છે. विधिद्रव्यदातृपात्रविशेषाच्च तद्विशेषः
७-३४
વિધિદ્રવ્યદાતૃપાત્રવિશેષાચ્ચ તદ્વિશેષઃ
૭-૩૪
૭-૩૪
વિધિ દ્રવ્ય દાતૃ પાત્ર વિશેષાત્ ચ ત ્ વિશેષઃ શબ્દાર્થ : વિધિ = યોગ્યકાળે, બહુમાનપૂર્વક, દ્રવ્ય = ઉત્તમ વસ્તુ, દાતા = દાન આપનાર, પાત્ર = સર્વવિરતિધર કે દેશવિરતિધર, વિશેષાત્ –તરતમતાથી (આ શબ્દ ઉપરના ચારે સાથે જોડવો.)
સૂત્રાર્થ : વિધિ, દ્રવ્ય, દાતા અને દાન લેનાર પાત્રની વિશેષતાથી (તરતમતાથી) દાનના ફળમાં વિશેષતા આવે છે.