SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ અધ્યાય : ૭, સૂત્ર-૩૩ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ મોહદશાના કારણે અનુપયોગ દશાએ નીચેના ભાવો મનમાં આવી જાય તો તે અતિચાર કહેવાય છે. તે પાંચ અતિચારો નીચે પ્રમાણે છે. (૧) જીવિત આશંસાઃ જીવવાની ઇચ્છા. પોતાની પ્રશંસા, પૂજા, માન, સન્માન ખૂબ થવાથી લાંબુ જીવવાની ઇચ્છા કરવી. (૨) મરણ આશંસાઃ દુઃખ આવે મૃત્યુની ઇચ્છા કરવી. જેમકે યશહાનિ, ધનહાનિ, પરિવારની પ્રતિકુળતા, માનસન્માનનો અભાવ, અપમાન વગેરે થવાથી મૃત્યુની ઇચ્છા રાખવી. (૩) મિત્રાનુરાગ અનુરાગપૂર્વક મિત્રોનું સ્મરણ કરવું. ઉપલક્ષણથી પિતા-પુત્ર-પત્ની વગેરે સ્વજનો ઉપર મમતા કરવી. (૪) સુખાનુબંધઃ પૂર્વે અનુભવેલા સુખોને યાદ કરવા. (૫) નિદાનકરણ કરેલા તપ અને સંયમના ફળરૂપે પરલોકમાં હું સુખ સમૃદ્ધિ પામું. રાજા, ચક્રવર્તી, બળવાન, રૂપવાન બનું વગેરે સુખોની ઇચ્છા રાખવી. ઉપરના પાંચ સંલેખના વ્રતના અતિચારો છે. સૂત્ર (૭-૩૩) પ્રયોજન દાનની વ્યાખ્યા આપે છે. अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् ७-३३ અનુગ્રહાર્થ સ્વસ્યાતિસર્ગો દાનમ્ ૭-૩૩ અનુગ્રહાર્થ સ્વસ્ય અતિસર્ગઃ દાનમ્ ૭-૩૩ શબ્દાર્થ : અનુગ્રહાર્થ = સ્વ-પરના ઉપકાર માટે, સ્વસ્ય અતિસર્ગ = પોતાની વસ્તુનો ત્યાગ, દાનમ્ = દાન આપવું. સૂત્રાર્થ = સ્વ અને પરના ઉપકાર માટે પોતાની વસ્તુનો ત્યાગ કરવો તે દાન કહેવાય. ભાવાર્થ : સૂત્ર ૭-૩૧ માં અતિથિ સંવિભાગવ્રતના અતિચારોમાં સાધુ સંતોને આહારનું દાન કરવાનો પ્રસંગ આવ્યો છે તેથી અહીં દાનની વ્યાખ્યા સમજાવે છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy