SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૩૨ ૧૪૧ (૩) પરવ્યપદેશ : આપવા લાયક વસ્તુ પોતાની હોવા છતાં બીજાની છે એમ કહેવું. ઉપરાંત જે વસ્તુ બીજાની છે તે વસ્તુ આપી દેવાની ઇચ્છા હોવા છતાં તેના માલિકની રજા લીધા વિના પોતાની છે એમ કહીને આપીએ તો પણ અતિચાર લાગે. (૪) માત્સર્ય : ઈર્ષાથી આપવું. અણગમાપૂર્વક આપવું. અથવા બીજા કરતાં પોતાની અધિકતા બતાવવાના હેતુથી વસ્તુ આપવી. (૫) કાલાતિક્રમઃ આહાર વાપરવાનો કાળ વીતી ગયા પછી, અથવા ભિક્ષાકાળ થયા પહેલાં મુનિઓને આમંત્રણ આપવા જવું. બારમા વ્રતના આ પાંચે અતિચારોમાં વસ્તુ આપીને ભક્તિ કરે છે માટે વ્રતપાલન છે પરંતુ હૃદયમાં ન આપવાની વૃત્તિ છે માટે વ્રતભંગ છે. એમ આંશિક ભંગ હોવાથી અતિચાર કહેવાય છે. સૂત્ર (૭-૩૨) પ્રયોજન સંલેખના વ્રતના અતિચારો જણાવે છે. जीवित मरणाशंसा मित्रानुराग सुखानुबंध निदानकरणानि ७-३२ જીવિત મરણાસા મિત્રાનુરાગ સુખાનુબંધ નિદાનકરણાનિ ૭-૩૨ જીવિત મરણ આશંસા મિત્રાનુરાગ સુખાનુબંધ નિદાનકરણાનિ ૭-૩૨ શબ્દાર્થ : જીવિત-આશંસા = જીવવાની ઇચ્છા કરવી, મરણ-આશંસા = મૃત્યુની ઇચ્છા કરવી, મિત્ર-અનુરાગ = મિત્રો પ્રત્યે મમત્વ, સુખ-અનુબંધ = પૂર્વે અનુભવેલા સુખોનું સ્મરણ, નિદાનકરણ = પરલોકના સુખની ઇચ્છા કરવી, માગણી કરવી. સૂત્રાર્થઃ જીવિત આશંસા, મરણ આશંસા, મિત્ર-અનુરાગ, સુખઅનુબંધ, અને નિદાનકરણ આ પાંચ સંલેખના વ્રતના અતિચારો છે. ભાવાર્થઃ ઇચ્છાઓને ટુંકાવી તપ દ્વારા શરીરને ઉતારવું અને સમાધિ આદિ ગુણો વડે કષાયોને ઉતારવા (પાતળા કરવા) તે સંલેખના. આવું વ્રત લીધા પછી અજ્ઞાન અને
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy