________________
અધ્યાય : ૭, સૂત્ર-૩૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
આ પાંચે અનાભોગપણે સેવાય તો અતિચાર લાગે પરંતુ જાણી જોઈને સેવાય તો અનાચાર થવાથી વ્રતભંગ થાય છે.
૧૩૮
સૂત્ર (૭-૩૦) પ્રયોજન ઃ ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રતના (અગિયારમા વ્રતના) અતિચારો જણાવે છે.
सचित्त-संबद्ध - संमिश्राभिषव - दुष्पक्वाहाराः
७-३०
૭-૩૦
સચિત્ત-સંબદ્ધ-સંમિશ્રાભિષવ-દુષ્પાહારાઃ સચિત્ત-સંબદ્ધ-સંમિશ્ર-અભિષવ-દુષ્પ-આહારાઃ
૭-૩૦
=
શબ્દાર્થ : સચિત્ત આહાર = ચેતના યુક્ત વસ્તુનો આહાર, સચિત્ત-સંબદ્ધ-આહાર - ચેતના યુક્ત પદાર્થ સાથે જોડાયેલ વસ્તુનો આહાર, સચિત્ત-સંમિશ્ર-આહાર = થોડો ચિત્ત અને થોડો અચિત્ત વસ્તુનો આહાર, અભિષવ આહાર = માદક આહારનું સેવન, દુષ્પક્વ આહાર = બરાબર નહીં પાકેલો, કાચો-પાકો આહાર.
સૂત્રાર્થ : સચિત્ત આહાર, સચિત્ત સંબદ્ધ આહાર, સચિત્તસંમિશ્ર આહાર, અભિષવ આહાર અને દુષ્પક્વ આહાર (એ પાંચ ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રતના અતિચારો છે.)
ભાવાર્થ : એકવાર ભોગવાય તે પુષ્પ, આહારાદિ ઉપભોગ અને વારંવાર ભોગવાય તે ઘર, વસ્ત્રાદિ તે પરિભોગ. તેનું પિરમાણ (માપ) ધારવું તે અગિયારમું વ્રત. તેના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે.
(૧) સચિત્ત આહાર : જીવવાળી વસ્તુ દાડમ, લીંબુ, કેરી, કાચુ મીઠું, પપૈયું વગેરે વસ્તુનો ત્યાગ હોવા છતાં ત્યાગનો ઉપયોગ ન રહેવાથી અથવા વસ્તુ સચિત્ત છે કે અચિત્ત છે તેનું જ્ઞાન ન હોવાથી તેવા આહારનો ઉપયોગ કરે તો અતિચાર. પરંતુ સચિત્ત છે તેમ જાણવા છતાં જો તેનો ઉપયોગ કરે તો વ્રતભંગ થાય.
(૨) સચિત્ત સંબદ્ધ આહાર :
સચિત્તની સાથેના સંબંધવાળી વસ્તુનો આહાર કરવો તે.