SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૨૯ ૧૩૭ ભાવાર્થ : દસમા પૌષધવ્રતના પાંચ અતિચારો નીચે પ્રમાણે છે. અતિચારમાં વપરાતા શબ્દો પહેલા સમજી લઈએ. અપ્રત્યવેક્ષિત એટલે જોયા વિના અથવા જુએ તો પણ બરાબર ન જુએ. અપ્રમાર્જિત એટલે ચરવળાથી પ્રમાર્યા વિના અથવા પ્રમાર્જના કરે પરંતુ બરાબર ન કરે. ઉત્સર્ગ એટલે ત્યાગ. ઉપરના બંને શબ્દો ઉત્સર્ગની સાથે, આદાનનિક્ષેપની સાથે અને સસ્તારોપક્રમણની સાથે જોડવા. હવે પાંચ અતિચારો સમજીએ. (૧) અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત ઉત્સર્ગઃ ભૂમિને જોયા વિના અથવા બરાબર જોયા વિના, તથા ભૂમિને ચરવળાથી પૂંજ્યા વિના અથવા બરાબર પૂંજ્યા વિના ભૂમિ ઉપર મળ-મૂત્ર-પાણી આદિનો ત્યાગ (ઉત્સર્ગ) કરવો. (૨) અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત-આદાન નિક્ષેપઃ ઉપર મુજબ જોયા વિના, અથવા યથાર્થ જોયા વિના, પૂંજ્યા વિના, અથવા યથાર્થ પૂંજ્યા વિના, વસ્તુઓ લેવી (આદાન) અને મુકવી (નિક્ષેપ) (૩) અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત-સંસાર-ઉપક્રમણ જોયા વિના, યથાર્થ જોયા વિના, પૂંજ્યા વિના અને યથાર્થ પૂંજ્યા વિના સંથારો (સંસ્તાર), આસન તથા સુવા બેસવાના ઉપકરણો પાથરવાં, ગોઠવવાં. (૪) અનાદર પૌષધમાં આદર-બહુમાન ન રાખવું. જેમ તેમ અનાદરથી પૌષધ પૂર્ણ કરવો, અથવા ક્રિયાઓમાં ધ્યાન ન રાખવું. (૫) ઋત્યનુપસ્થાપન : પૌષધ લીધો કે ન લીધો ? કયા સમયે લીધો ? સૂત્રો બરાબર બોલાયા કે ન બોલાયા? ઈત્યાદિનું વિસ્મરણ થવું, ભૂલી જવું.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy