________________
૧૩૬
અધ્યાય : ૭, સૂત્ર-૨૯ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ (12) વસ્ત્રસંકોચનઃ ઠંડી આદિના કારણે વસ્ત્રથી શરીર ઢાંકવું. (૪) અનાદર : સામાયિક પ્રત્યે અનાદર-તિરસ્કાર અબહુમાન રાખવું. ઉપેક્ષાવૃત્તિ
રાખવી. સમયસર સામાયિક ન કરવું. (૫) સ્મૃતિ-અનુસ્થાપન : સામાયિક લીધું કે ન લીધું? ક્યારે લીધું? સૂત્રો બરાબર
બોલાયા કે ન બોલાયા ઈત્યાદિનો ઉપયોગ ન રહેવો.
ઉપરના પાંચ અતિચારો જો ઉતાવળીયા સ્વભાવના કારણે કે અનાભોગ પણે (અનુપયોગથી) સેવાઈ જાય તો જ અતિચાર કહેવાય પરંતુ જાણી જોઈને દોષો સેવવામાં આવે તો વ્રતભંગ જ સમજવો.
સૂત્ર (૭-ર૯) પ્રયોજનઃ પૌષધોપવાસ વ્રતના (દસમા વ્રતના) અતિચારો જણાવે
૭-૨૯
अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गादाननिक्षेपसंस्तारोपक्रमणानादर स्मृत्यनुपस्थापनानि
७-२९ અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિતોત્સર્ગાદાનનિક્ષેપસંસ્તારોપક્રમણાનાદરઋત્યનુપસ્થાપનાનિ અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત-ઉત્સર્ગ-આદાન-નિક્ષેપ-સંસ્તારઉપક્રમણ-અનાદર-સ્મૃતિ અનુપસ્થાપનાનિ
૭-૨૯ શબ્દાર્થ : અપ્રત્યવેક્ષિત = દૃષ્ટિ પડિલેહણ કર્યા વિના, અપ્રમાર્જિત = ચરવળા આદિથી પ્રમાર્જના કર્યા સિવાય, ઉત્સર્ગ = પરસેવો-મળ-મૂત્રનો ત્યાગ, આદાન-નિક્ષેપ = વસ્તુ-ઉપધિ વગેરે લેવા-મૂકવા, સંસ્કાર-ઉપક્રમણ = સંથારો પાથરવો તે, અનાદર = પૌષધવ્રતમાં ઉત્સાહનો અભાવ, ઋત્યનુપસ્થાપન = પૌષધમાં હોવાનું કે વિધિનું ભૂલી જવું.
સૂત્રાર્થ : અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત-ઉત્સર્ગ, અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિતઆદાનનિક્ષેપ, અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત-સંસ્તારોપક્રમણ, અનાદર અને ઋત્યનુપસ્થાપન (એ પાંચ પૌષધોપવાસ (પૌષધ) વ્રતના અતિચારો છે.)