SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૧ (1) કુવચન : કડવું, અપ્રિય કે અસત્ય વચન બોલવું. (2) સહસાત્કાર : વગર વિચાર્યે અનુચિત શબ્દો બોલવા. (3) અસદારોપણ : કોઈના ઉપર ખોટા આક્ષેપો યુક્ત વચન બોલવાં. (4) નિરપેક્ષ : શાસ્ત્ર મર્યાદાની અપેક્ષા રાખ્યા વિના વચનો બોલવાં. (5) સંક્ષેપ : સૂત્રો ટુંકાવીને બોલવાં. (6) ક્લેશ : ઝઘડો કરવો. (7) વિકથા : સ્ત્રીકથા, ભક્તકથા આદિ વિકથાઓ કરવી. (8) હાસ્ય : સામાયિકમાં મશ્કરી-મજાકવાળા વચનો બોલવા. (9) અશુદ્ધ : સૂત્રો અશુદ્ધ બોલવાં. (10) અસ્પષ્ટ : પોતે અથવા બીજા ન સમજી શકે તેવા અસ્પષ્ટ સૂત્રો બોલવાં. (૩) કાયદુપ્રણિધાન : કાયાના ૧૨ દોષો સેવવા તે અતિચાર છે. : (1) આસન : પગ ઉપર પગ ચડાવીને અવિવેકથી બેસવું. (2) ચલિતાસન : વારંવાર ઉઠવું. બીજા સ્થાને નિષ્પ્રયોજન બેસવું. (3) ચલદૅષ્ટિ : સામાયિકમાં ચારે બાજુ નિષ્પ્રયોજન આંખો ફેરવ્યા કરવી. (4) સાવઘક્રિયા : સાંસારિક આરંભ-સમારંભના કામો કરવા - કરાવવા. (5) આલંબન : દિવાલ, થાંભલા આદિનો ટેકો રાખીને બેસવું. (6) આકુંચન : હાથ-પગ આદિ પહોળા કરવા અને અતિશય સંકોચવા. ૧૩૫ (7) આળસ : અંગ મરડવું. બગાસાં ખાવાં. (8) મોટન : હાથ-પગની આંગળીઓના ટચાકા ફોડવા. (9) મલ : હાથ-પગ અને શરીરનો મેલ ઉતારવો. (10) વિમાસણ : ગાલ ઉપર હાથ રાખી ઉદાસીનપણે બેસવું. (11) નિંદ્રા : ઝોકા ખાવા - ઊંઘી જવું.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy