________________
૧૩૪
અધ્યાય : ૭, સૂત્ર-૨૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સૂત્ર (૭-૨૮) પ્રયોજનઃ સામાયિક વ્રતના (નવમા વ્રતના) અતિચારો જણાવે છે. योगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्थापनानि
७-२८ યોગદુપ્રણિધાનાનાદરઋત્યનુપસ્થાપનાનિ
૭-૨૮ યોગ-દુપ્રણિધાન-અનાદર-સ્મૃતિ-અનુસ્થાપનાનિ ૭-૨૮
શબ્દાર્થઃ યોગ = મન-વચન-કાયાની પ્રવૃત્તિ, દુષ્મણિધાન = મન-વચન-કાયાના યોગોનો દુરુપયોગ કરવો, અનાદર = સામાયિક પ્રત્યે બહુમાન ન થવું, સ્મૃતિઅનુસ્થાપન = એકાગ્રતાના અભાવે સામાયિક પૂર્ણ થયું કે નહીં તે ભૂલી જવું.
સૂત્રાર્થ : મન, વચન અને કાયાના (ત્રણ) યોગોનું દુષ્પણિધાન, અનાદર અને નૃત્યનુપસ્થાપન (આ પાંચ સામાયિક વ્રતના અતિચારો છે).
ભાવાર્થ : મન, વચન અને કાયાના યોગોનો સામાયિકમાં દુરુપયોગ કરવો, અનાદરભાવ રાખવો અને સામાયિકનું સ્મરણ ન રહેવું તે પાંચ સામાયિકવ્રતના અતિચારો
(૧) મન દુષ્મણિધાન : મનના ૧૦ દોષો સેવવા. (1) અવિવેક : વિવેક વિના, આવી ક્રિયાથી શું ફળ મળશે તેવા વિચારો કરવા. (2) યશની ઇચ્છા ઃ લોકો પોતાની પ્રશંસા કરે તેવી ઇચ્છા કરવી. (3) ધનની ઇચ્છા : પ્રભાવના કે ફળરૂપે ધનની ઇચ્છા કરવી. (4) ગર્વઃ સામાયિક કરીને “ધર્મી” તરીકેનો અહંકાર કરવો. (5) ભય હું સામાયિક નહીં કરું તો લોકો શું કહેશે? એવા ભયથી સામાયિક કરવું. (6) નિદાનઃ આલોક-પરલોકના સંસારિક સુખોની ઇચ્છા કરવી. (7) સંશય સામાયિકનું ફળ મળશે કે નહિ તેવો સંશય રાખવો. (8) કષાય : ક્રોધાદિ કષાયોથી સામાયિક કરવું. (9) અવિનય જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તેના ધારક સાધુ પ્રત્યે શ્રદ્ધા-વિનય વગર
સામાયિક કરવું. (10) અબહુમાન : સામાયિક પ્રત્યે પૂજ્યભાવ-અહોભાવ ન રાખવો. (૨) વચનદુષ્મણિધાન : વચનના ૧૦ દોષો સેવવા.