________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૨૭
૧ ૩૩ તેનો ત્યાગ કરવો તે અનર્થદંડવિરતિ. તેવા પ્રકારના અનર્થદંડવિરતિ નામના સૂત્ર ક્રમ પ્રમાણે આઠમા વ્રતના પાંચ અતિચારો નીચે પ્રમાણે છે.
(૧) કંદર્પ રાગપૂર્વક, હાસ્યની ચેષ્ટા સાથે કામવાસના ઉત્તેજક અશિષ્ટ (અસભ્યઅનુચિત) વચનો બોલવાં. ઠઠ્ઠા મશ્કરી સાથે કામવાસના વર્ધક શબ્દ પ્રયોગો કરવા.
(૨) કૌત્કચ્ય : રાગપૂર્વક હાસ્ય-મશ્કરીની સાથે કામવાસના વર્ધક શારીરિક ચેષ્ટાઓ કરવી. મુખ-આંખ અને હાથના ઈશારા કરવા તથા અસભ્ય વચનો પણ બોલવા.
કંદર્પ કરતા કૌત્કચ્યમાં શારીરિક ચેષ્ટા પ્રયોગ પણ હોય છે. હાસ્ય અને અશિષ્ટ વચનપ્રયોગ બંનેમાં હોય છે.
(૩) મૌખર્યઃ દુષ્ટતાપૂર્વક જરૂરિયાત વિનાનું વધારે પડતું અસંબદ્ધ બોલ બોલ
કરવું.
(૪) અસમીક્ષ્યાધિકરણ : અસમીક્ષ્ય એટલે વિચાર્યા વિના. અધિકરણ એટલે પાપનું સાધન. વિચાર કર્યા વિના પાપના સાધનો ઘરમાં વધારે રાખવા. ચપ્પ-છરીતલવાર, ભાલા વગેરે શસ્ત્રો ઘરમાં હશે તો ક્યારેક પ્રસંગે કામ આવશે એવી બુદ્ધિથી જરૂરિયાત કરતાં વધારે રાખવા. વધારે રાખીએ અને આડોશ-પાડોશ વાળા અથવા સગા-સ્નેહીઓ માંગે ત્યારે ના પડાય નહીં અને આપવાથી હિંસા થવામાં નિમિત્ત બનીએ માટે વધુ સાધનો-શસ્ત્રો રાખવા તે અતિચાર.
(૫) ઉપભોગાધિકત્વઃ ભોગ-ઉપભોગના, મોજશોખના સાધનો વધારે રાખવા. જેમ કે પરફ્યુમ-લોશન-સાબુ-પાવડર-બોડીક્રીમ વગેરે વસ્તુઓ તથા શરીર શણગારની ચીજો વધારે રાખવી. અહીં પણ કોઈ માંગે ત્યારે આપવાથી હિંસા અને રાગ આદિની વૃદ્ધિ થાય માટે અતિચાર.
ઉપરોક્ત કાર્ય જાણી જોઈને કરે તો વ્રતભંગ થાય અને અનાયાસે થાય તો અતિચાર ગણાય છે. આર્ત-રૌદ્રધ્યાન કરવા સ્વરૂપ દુર્ગાન કરવું એ પણ આ વ્રતનો અતિચાર છે તે સ્વયં સમજી લેવો.