________________
૧૩૨
અધ્યાય : ૭, સૂત્ર-૨૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
કામ કરાવે છે એટલે બહાર ન જવાનો અને હિંસા ન આચરવાનો આશય જળવાતો નથી, એટલે પરમાર્થથી તો વ્રતભંગ થાય જ છે. એમ આંશિક ભંગ થવાથી અતિચાર કહેવાય છે.
પ્રથમના બે અતિચારોમાં હું તો ધારેલા નિયમ બહાર જતો જ નથી માટે મારું વ્રત ભાંગશે નહિ એવી અજ્ઞાનતા છે માટે અતિચાર છે. કારણકે બીજા પાસે કરાવવામાં જયણા અને ઉપયોગદશાના અભાવે વધારે હિંસા આદિ થાય. આજના દિવસે હિંસાદિ ન કરવા એ આશય જળવાતો નથી માટે અતિચાર છે. છેલ્લા ત્રણમાં શબ્દ, રૂપ અને પુદ્ગલ નાંખવા દ્વારા આ જીવ માયા કરે છે માટે અતિચાર છે. જો કે પ્રસિદ્ધ એવા ગુજરાતી અતિચારોમાં આ દશમું વ્રત છે. પરંતુ અહીં સૂત્રકારે સૂત્ર નંબર ૭-૧૬ માં કહેલા ક્રમ પ્રમાણે આ વ્રતનો ઉલ્લેખ સાતમા નંબરે છે. એટલે તેના અતિચારો પણ અહીં જ જણાવ્યાં છે.
સૂત્ર (૭-૨૭) પ્રયોજન ઃ અનર્થદંડવિતિ નામના આઠમા વ્રતના (ત્રીજા શીલવ્રતના) વ્રતના અતિચારો જણાવે છે.
कंदर्प-कौत्कुच्य-मौखर्यासमीक्ष्याधिकरणोपभोगाधिकत्वानि ७-२७ કંદર્પ-કૌત્કચ્ય-મૌખર્યાસમીક્ષાધિકરણોપભોગાધિકત્વાનિ કંદર્પ-કૌત્કચ્ય-મૌખર્ય-અસમીક્ષ્ય-અધિકરણ ઉપભોગ
૭-૨૭
અધિકત્વાનિ.
૭-૨૭
=
શબ્દાર્થ : કંદર્પ = રાગયુક્ત અસભ્ય વચન બોલવા, કૌત્યુચ્ય – કામવાસના ઉત્તેજક શારીરિક ચેષ્ટા, મૌખર્ય = અસંબદ્ધ-બેફામ બોલવું, અસમીથ્યાધિકરણ = વગર વિચારે દળવા-ખાંડવા-મારવાના શસ્રો ભેગા કરવા, ઉપભોગાધિકત્વાનિ = જરૂર કરતાં વધારે શરીર શણગારના સાધનો રાખવા.
સૂત્રાર્થ : કંદર્પ, કૌત્કચ્ય, મૌખર્ય, અસમીથ્યાધિકરણ, અને ઉપભોગાધિકત્વ (આ પાંચ અનર્થદંડવિરિત વ્રતના અતિચારો છે).
ભાવાર્થ : પ્રયોજન વિના પાપ કરવું તે અનર્થદંડ.