SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૭, સૂત્ર-૨૬ ૧૩૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અનુપાત = ફેંકવું, આ અનુપાત એવો જે શબ્દ છે તે શબ્દ અને રૂપ બંને સાથે જોડાયેલ શબ્દ છે, પુદ્ગલક્ષેપ = કાંકરો વગેરે નાંખીને (કોઇને બોલવવું), રૂપ = શરીરના અંગો કે કાયિક ચેષ્ટા (દ્વારા બોલાવવું.) સૂત્રાર્થ : આનયન, પ્રેષ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુદ્ગલપ્રક્ષેપ (એ પાંચ દેશાવગાસિક (દેશ વિરતિ) વ્રતના અતિચારો છે. ભાવાર્થ : ધારેલા ક્ષેત્રના પ્રમાણથી બહાર જવું નહીં, આવું જે વ્રત તે દેશાવગાસિકવ્રત. દિશાનો અત્યંત સંક્ષેપ કરવો તે દેશવ્રત. જેમ કે આજે ઘરની બહાર જવું નહિ અથવા જે ક્ષેત્રમાં રહીએ તેની બહાર જવું નહિ. આમ આ વ્રતમાં દિશાનો અત્યંત સંક્ષેપ કરવામાં આવે છે. આ નિયમ લીધા પછી તેને પાળવા માટે ૮ અથવા ૧૦ સામાયિક કરાય છે. પરંતુ માત્ર સામાયિક કરવાં તે આ વ્રત નથી. સામાયિક કરવાનો વ્યવહાર આ નિયમના પાલનનો ઉપાય માત્ર છે. તેવું વ્રત લીધા પછી દિશાની બહારનો વ્યવહાર કરવામાં આવે તો અતિચાર કહેવાય છે. પાંચ અતિચારો નીચે પ્રમાણે છે. (૧) આનયનપ્રયોગ : ધારેલા ક્ષેત્રના પ્રમાણની બહારથી કંઈપણ મંગાવવું. (૨) પ્રેષ્યપ્રયોગ : ધારેલા ક્ષેત્રના પ્રમાણથી બહાર કોઈપણ ચીજ મોકલવી. (૩) શબ્દાનુપાત : નજીકમાં ખોંખારો, ઉધરસ ખાઈને અને દૂરથી ટેલીફોન વગેરેથી (શબ્દોના અનુપાતથી) કોઈ વ્યક્તિને પોતાની પાસે બોલાવવી. (૪) રૂપાનુપાત ઃ દિશાના ધારેલા માપ બહાર ઉભેલી વ્યક્તિ સાથે વાતચીત કરવા અથવા મર્યાદાની અંદર બોલાવવા પોતાનું રૂપ દેખાડવું, હાથ, મુખ કે આંખના ઈશારા કરવા અથવા તેવા પ્રકારના કાચ દ્વારા પ્રતિબિંબ દેખાડવાની ચેષ્ટા કરવી તે. (૫) પુદ્ગલ પ્રક્ષેપ ઃ કાંકરો, ચિઠ્ઠી અથવા કોઈપણ પૌદ્ગલિક વસ્તુ તેના ઉપર નાંખી બહાર ઉભેલી વ્યક્તિનું ધ્યાન દોરવું અથવા કાચ વડે સૂર્યના પ્રકાશનું પ્રતિબિંબ તેના તરફ ફેંકવું. આ રીતે બહારની વ્યક્તિનું ધ્યાન દોરી મર્યાદાની અંદર બોલાવી વાતો કરવી. અહીં ઉપર જણાવેલા પાંચ અતિચારોમાં પોતે ધારેલા દિશાના માપથી પોતે બહાર જતો નથી માટે વ્રતભંગ થતો નથી. પરંતુ બીજાને મોકલે છે અથવા બીજા દ્વારા
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy