________________
૧૩૦
અધ્યાય : ૭, સૂત્ર-૨૫ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ ઉપરની ત્રણે ક્ષતિઓ ભૂલથી થાય તો અતિચાર છે. જાણી જોઈને કરે તો સર્વથા વ્રતભંગ થાય છે. એટલે તે અનાચાર કહેવાય છે.
(૪) ક્ષેત્ર વૃદ્ધિઃ એક દિશાનું માપ બીજીદિશામાં ઉમેરવું. જેમકે ચારે દિશામાં ૧૦૦-૧૦૦ માઈલ જવાનું ધાર્યું હોય અને કોઈક કારણે પૂર્વદિશામાં ૨૦૦ માઈલ જવાનું પ્રયોજન ઉપસ્થિત થયું, તે વખતે પશ્ચિમ દિશામાં જવાનું નથી માટે પશ્ચિમ દિશાના ૧૦૦ માઈલ પૂર્વ દિશામાં ઉમેરીને જવાનો વ્યવહાર કરવો અને મનને મનાવવું કે મારી ધારેલી દિશાનું જે માપ છે તે ટ્રાન્સફર કર્યું છે પરંતુ હું અધિક ગયો નથી. અહીં નિયમભંગ થવા છતાં કુલ સંખ્યા કાયમ રહેવાથી તે અપેક્ષાએ અતિચાર છે.
(૫) ઋત્યન્તર્ધાન: ધારેલી દિશાના નિયમને ભૂલી જવું તે. જે પ્રમાણ ધાર્યું હોય તે જો યાદ ન રહે તો ધારેલાથી અધિક ન જઈએ તો પણ અતિચાર લાગે. કારણકે જે સ્મૃતિ ન રહી તે જ અતિચાર. સ્મૃતિ ન રહેવાથી વ્રતનું યથાર્થ પાલન થઈ શકતું નથી.
શંકા - જો “સ્મૃતિ ન રહે તેને અતિચાર કહેવાય તો બાર વ્રતોમાં જે જે મર્યાદા ધારી હોય તે તે યાદ ન રહે તો આ અતિચાર બધાજ વ્રતોમાં હોવો જોઈએ. દિશાપરિમાણ નામના છઠ્ઠા વ્રતમાં જ કેમ ?
સમાધાન : તમારી વાત સાચી છે. વાસ્તવિકપણે આ અતિચાર સર્વત્ર છે. છતાં પાંચની સંખ્યા પૂર્ણ કરવા અહીં અતિચાર તરીકે કહ્યો છે. બીજા વ્રતોમાં આ અતિચારની ગણત્રી વિના પાંચ થઈ જાય છે માટે ત્યાં આ અતિચાર કહ્યો નથી,
સૂત્ર (૭-૨૬) પ્રયોજનઃ સાતમા વ્રતના (દેશવિરતિના અર્થાત્ દેશાવગાસિકના) અતિચારો જણાવે છે.
आनयन-प्रेष्यप्रयोग-शब्द-रुपानुपात पुद्गलक्षेपाः ૭-૨૬ આનયન-પ્રેષ્યપ્રયોગ-શબ્દ-રૂપાનુપાત-પુગલક્ષેપાઃ
૭-૨૬ આનયન-પ્રેષ્યપ્રયોગ-શબ્દ-પાનુપાત-પુદ્ગલક્ષેપાઃ ૭-૨૬
શબ્દાર્થ આનયન = નિયત મર્યાદા બહારના દેશમાંથી દ્રવ્ય મંગાવવું, પ્રેષ્ય = નિયત મર્યાદાથી અધિક દેશમાં વસ્તુ મોકલવી, પ્રયોગ = ક્રિયા, પ્રવૃત્તિ (આ શબ્દ પૂર્વેના બંને શબ્દો સાથે જોડવો), શબ્દ = ખાંસી, ખોખારા વગેરે અવાજ કરી બોલાવવું,