________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૨૫
૧ ૨૯ પાંચમા અતિચારમાં (કુષ્ય પ્રમાણાતિક્રમ) પણ ધારેલા માપનું ઉલ્લંઘન ન થઈ જાય એટલે ત્રણ-ચાર ઓછી કિંમતવાળામાંથી એક વધુ કિંમતવાળું બનાવી દે. અથવા નાની બે-ત્રણ વસ્તુ ભગાવી મોટી એક વસ્તુ કરી દે. આ રીતે રૂપાન્તર કરી વ્રત સાચવ્યાનું મન મનાવે તે સર્વે અતિચારો જાણવા.
સૂત્ર (૭-૨૫) પ્રયોજન છઠ્ઠાવ્રતના અતિચારો ગ્રંથકારશ્રી જણાવે છે. ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रम-क्षेत्रवृद्धि-स्मृत्यन्तर्धानानि ७-२५ ઊર્ધ્વસ્તિર્યવ્યતિક્રમ-ક્ષેત્રવૃદ્ધિ-સ્મૃત્યન્તર્ધાનાનિ ૭-૨૫ ઊર્ધ્વ-અધઃ-તિર્ય-વ્યતિક્રમ-ક્ષેત્રવૃદ્ધિ-સ્મૃતિ-અન્તર્ધાનાનિ ૭-૨૫ | શબ્દાર્થઃ ઊર્ધ્વ = ઉપર, અધો = નીચે, તિર્યમ્ = તિર્ણ, વ્યતિક્રમ = ઉલ્લંઘન, ક્ષેત્રવૃદ્ધિ = એક દિશામાંથી ઘટાડી બીજી દિશામાં વૃદ્ધિ કરવી, સ્મૃતિ-અંતર્ધાન = લીધેલા નિયમની સ્મૃતિ ભૂલાઇ જવી.
સૂત્રાર્થઃ ઊર્ધ્વદિશા, અધોદિશા, તિગ્દિશાના માપનું ઉલ્લંઘન (વ્યતિક્રમ) કરવું, ક્ષેત્રવૃદ્ધિ કરવી, ધારેલું માપ ભૂલી જવું (આ સર્વે દિશા-વિરમણવ્રત (દિગ્વિરતિ વ્રત)ના પાંચ અતિચારો છે.)
ભાવાર્થઃ ચાર દિશા, ચાર વિદિશા અને ઉપર-નીચે એમ દશ દિશાઓમાં અમુક જ માઈલ જવું એવો નિયમ ધારવો તે છઠું દિપરિમાણવ્રત. તેના પાંચ અતિચારો નીચે પ્રમાણે છે.
(૧) ઊર્ધ્વદિશા વ્યતિક્રમઃ ઉપરની દિશામાં ધારેલા માપ કરતાં વધારે જવું. જેમ કે પર્વત ઉપર અધિક ચઢવું.
(૨) અધોદિશા વ્યતિક્રમઃ નીચેની દિશામાં ધારેલા માપ કરતાં વધારે જવું. જેમકે કુવામાં કે ભોંયરામાં અધિક નીચે ઉતરવું.
(૩) તિર્યદિશાવ્યતિક્રમઃ ઉપર અને નીચેની દિશા સિવાયની ચાર દિશામાં તથા ચાર વિદિશામાં ધારેલા માપ કરતાં વધુ જવું.