________________
૧૨૮
અધ્યાય : ૭, સૂત્ર-૨૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
હું લઈ જઈશ. અથવા ખરીદીને પત્નીના નામે, પુત્રના નામે ચઢાવે પરંતુ અંતર્ગત માલિકી પોતાની હોય ત્યાં વ્રતસાપેક્ષતા હોવાથી આંશિકભંગના કારણે અતિચાર કહેવાય.
(૩) ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ : પોતાની માલિકીના ચાર પગા પશુઓ તથા રોકડ નાણું, શેરો, બેંક ડીપોઝીટો વિગેરે જે હોય તે ધન અને ઘઉં, ચોખા, કઠોળ વગેરે ધાન્ય. ધન ચાર પ્રકારે કહ્યું છે.
ગણિમ ઃ જે વસ્તુઓ ગણીને લેવાય જેમકે શ્રીફળ, સોપારી, રૂપીયા, ડોલર વિગેરે.
ધરિમ ઃ જે વસ્તુઓ ધારીને-તોલીને લેવાય. જેમ કે ગોળ, ખાંડ.
:
મેય ઃ જે વસ્તુઓ માપીને કે ભરીને લેવાય જેમ કે ઘી, તેલ, કાપડ. પરિચ્છેદ્ય ઃ જે વસ્તુ કસીને, પરીક્ષા કરીને લેવાય જેમકે સોનું, ચાંદી.
આ ચાર પ્રકારના પદાર્થો તે ધન તેમજ ધાન્યનું ધારેલા પ્રમાણથી અધિક સ્વીકાર
કરવો તે ધન-ધાન્ય પરિગ્રહ પરિમાણ અતિક્રમ કહેવાય. અહીં પણ વ્રત ભંગ થવાના ભયથી બીજાની પાસે રાખે અથવા બીજાના નામે રાખે તેથી વ્રતસાપેક્ષતા હોવાથી આંશિક વ્રતભંગના કારણે અતિચાર કહેવાય.
(૪) દાસી-દાસ પ્રમાણાતિક્રમ ઃ ઘરમાં પગારદાર તરીકે કામ કરતી સ્ત્રી તે દાસી અને પગારદાર તરીકે કામ કરતો પુરુષ તે દાસ. ઉપલક્ષણથી પાળેલા પક્ષીઓ મો૨પોપટ વગેરેનું જે માપ ધાર્યું હોય તેનું ઉલ્લંઘન કરવું તે અતિચાર.
(૫) કુષ્ય પ્રમાણાતિક્રમ ઃ કુપ્પ એટલે ઓછી કિંમતવાળી વસ્તુઓ જેમ કે વસ્ત્ર, વાસણ, રાચ-રચીલું, ફરનીચર વગેરે વસ્તુનું ધારેલું જે માપ હોય તેનાથી વધારે રાખવું તે અતિચાર કહેવાય.
ચોથા અતિચારમાં (દાસી-દાસ પ્રમાણાતિક્રમ) પગારદાર તરીકે દાસી-દાસને જ રાખે. પરંતુ તેઓના કામકાજ કરાવે તેવા તેમના પુત્ર-પુત્રીઓને તેઓ સાથે લાવે ત્યારે તેઓ પાસે પણ કામકાજ કરાવે. પરંતુ વ્રતભંગ થવાના ભયથી પગાર ન આપે અને તેના માતા-પિતાને (દાસી-દાસને) દોઢ ગણો કે બેગણો પગાર આપી તેઓને સંતોષે અને મનથી માને કે મેં વ્રતપ્રમાણે જ દાસી-દાસ રાખ્યા છે. આ પ્રમાણે આંશિક વ્રતભંગ હોવાથી અતિચાર.