________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૨૪
૧ ૨૭ તીવ્રકામાભિનિવેશમાં અપેક્ષાએ વ્રતનો અભંગ અને અપેક્ષાએ વ્રતનો ભંગ હોવાથી બંને અતિચાર ગણાય છે.
સૂત્ર (૭-૨૪) પ્રયોજન : પાંચમા પરિગ્રહપરિમાણવ્રતના પાંચ અતિચારો જણાવે છે. क्षेत्रवास्तु-हिरण्यसुवर्ण-धनधान्य-दासीदास-कुप्यप्रमाणातिक्रमाः ७-२४ ક્ષેત્રવાસ્તુ-હિરણ્યસુવર્ણધનધાન્ય-દાસીદાસ-કુષ્યપ્રમાણતિક્રમા ૭-૨૪ ક્ષેત્રવાતુ-હિરણ્યસુવર્ણ-ધનધાન્ય-દાસીદાસ-કુષ્યપ્રમાણાતિક્રમા ૭-૨૪
શબ્દાર્થ : ક્ષેત્ર = ખેતર, વાસ્તુ = ઘર, હિરણ્ય = રજત, સુવર્ણ = સોનું, ધન = નાણું, ધાન્ય = અનાજ (મગ-અડદ વગેરે), દાસ-દાસ = નોકર-ચાકર-પક્ષી, કુષ્ય = લોઢું વગેરે ધાતુ.
સૂત્રાર્થક ક્ષેત્ર-વાસ્તુ, હિરણ્ય-સુવર્ણ, ધન-ધાન્ય, દાસ-દાસ અને કુષ્ય એ પાંચના પ્રમાણમાં અતિક્રમ (વધારો) કરવો. (એ પાંચ અતિચારો સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રતના
ભાવાર્થ: પાંચમા પરિગ્રહ પરિમાણ વ્રતના પાંચ અતિચારો આ પ્રમાણે છે.
(૧) ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમઃ ખેતી કરવા યોગ્ય ખુલ્લી જગ્યા તે ક્ષેત્ર (ખેતર), વસવાટ યોગ્ય બાંધેલી ભૂમિ તે વાસ્તુ (ઘર-દુકાન હવેલી), તેનું ધારેલું જે માપ અર્થાત્ ધારેલા પ્રમાણથી અધિક ક્ષેત્ર કે વાસ્તુની ખરીદી કરવી તે ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમ. અહીં ધારેલા પ્રમાણ કરતાં વધારે ક્ષેત્ર કે ઘર લીધાં તેથી વ્રતભંગ પરંતુ વચ્ચેની સીમા તોડીને બે ક્ષેત્રનું એક ક્ષેત્ર અને બે ઘરનું એક ઘર કરી વ્રતરક્ષાના પરિણામ હોવાથી થતો આંશિકવ્રતભંગ તે અતિચાર કહેવાય.
(૨) હિરણ્યસુવર્ણ પ્રમાણાતિક્રમઃ હિરણ્ય એટલે રૂપુ (ચાંદી), અને સુવર્ણ એટલે સોનું. ઉપલક્ષણથી કિંમતી રત્નો, વગેરે. વ્રત ગ્રહણ કરતી વખતે જે માપ ધાર્યું હોય તેનાથી અધિક રાખવું તે હિરણ્ય-સુવર્ણ પ્રમાણાતિક્રમ.
અહીં વધારે રાખે તો વ્રતભંગ થાય એમ સમજી ખરીદી તો લે પરંતુ બીજાને ત્યાં રાખે અથવા માલિકને પૈસા આપી દે અને કહે કે હમણાં તમારી પાસે રાખો અવસરે