SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૭, સૂત્ર-૨૩ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ (૨) ઈત્વરપરિગૃહીતાગમન : ઈત્વર એટલે થોડો સમય. પરિગૃહીતા એટલે સ્વીકારેલી સ્ત્રી. ગમન એટલે સંગ કરવો. એટલે કે લગ્ન કરવાને બદલે અમુક સમય માટે પૈસાથી અથવા બીજા કોઈપણ કારણે જે સ્ત્રી બીજા સાથે રહેતી હોય તે ઈત્વરપરિગૃહીતા. તેની સાથે મૈથુન સેવવું તે ઈત્વરપરિગૃહીતા ગમન. તે સમયમાં થતા વેશ્યાગમનને ચોથા અણુવ્રતનો અતિચાર કહ્યો કારણકે બીજાએ ભાડે રાખેલી હોવાથી તે તેટલા સમય માટે બીજા દ્વારા ગ્રહણ કરાયેલી કહેવાય અર્થાત્ તે પરદારા કહેવાય. અહીં પરદારાગમન હોવા છતાં તેને વ્રત ભંગ ન કહેતા અતિચાર કહ્યો તેનું કારણ એ છે કે આવી સ્ત્રીને ભોગવતો વ્યક્તિ મનમાં એમ માને છે કે હું તો વેશ્યા અથવા ગમે તે સાધારણ સ્ત્રી ભોગવું છું એવી બુદ્ધિ હોવાથી વ્રત સાપેક્ષતા છે. ભાડાથી પણ પરવ્યક્તિએ પોતાની માલિકીની બનાવેલી છે માટે પરદારા છે. તેથી આંશિક વ્રતભંગ છે. માટે અતિચાર કહેવાય છે. ૧૨૬ (૩) અપરિગૃહીતાગમન ઃ જે સ્ત્રી કોઈ વડે પત્ની તરીકે સ્વીકારાઈ નથી તે અપરિગૃહીતા જેમકે વેશ્યા, અનાથ સ્રી, કુમારિકા. આવી અપરિગૃહીતા સ્ત્રીનો ઉપભોગ કરવો તે અપરિગ્રહીતાગમન. આવી સ્ત્રી પરદારા (કોઈની પત્ની) નથી એવી બુદ્ધિ છે તે વ્રત સાપેક્ષતા છે. પરંતુ સ્વદારા સિવાયની સ્ત્રી લોકવ્યવહારમાં પરસ્ત્રી ગણાય. તેની સાથે સંસાર વ્યવહાર કરવામાં આંશિક વ્રતભંગ છે. તેથી અતિચાર કહેવાય છે. (૪) અનંગક્રીડા ઃ અસ્વભાવિક રીતે-સૃષ્ટિ વિરુદ્ધનું કામસેવન તે અનંગક્રીડા. મૈથુનસેવન માટેના અંગો (યોની અને પ્રજનન) સિવાયના અંગો વડે કામક્રીડા કરવી તે અનંગક્રીડા. (૫) તીવ્રકામાભિનિવેશ : તીવ્ર મોહનીયકર્મના ઉદયથી - મૈથુન સેવનની તીવ્ર ઇચ્છાપૂર્વક મૈથુનસેવન કરવું. પરસ્ત્રી વિરમણ કે સ્વદારાસંતોષ એ બંને પ્રકારમાંથી ગમે તે રીતે બ્રહ્મચર્ય વ્રત સ્વીકા૨ના૨ને મૈથુનસેવનનો ત્યાગ છે. પરંતુ અનંગક્રીડા કરવાનો ત્યાગ નથી તથા તીવ્ર કામવાસનાથી મૈથુનસેવનનો સાક્ષાત્ ત્યાગ નથી. આ દૃષ્ટિએ અનંગક્રીડા અને તીવ્રકામાભિનિવેશ એ બંનેથી વ્રત ભંગ થતો નથી. બ્રહ્મચર્યનું ધ્યેય કામની ઇચ્છાને ઘટાડવાનું છે. આ બંનેમાં ધ્યેયનું પાલન થતું નથી. કારણ કે બંનેથી કામભોગની ઇચ્છા વૃદ્ધિ પામે છે. આથી પરમાર્થદૃષ્ટિએ આ બંને પ્રકારના કામસેવનનો પણ ત્યાગ થવો જોઈએ, પરંતુ તે થતો નથી તેથી વ્રતભંગ થાય છે. આમ અનંગક્રીડા અને
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy