________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૨૩
૧૨૫ સૂત્ર (૭-૨૩) પ્રયોજનઃ ચોથા બ્રહ્મચર્ય વ્રતના અતિચારો જણાવે છે. परविवाहकरणेत्वरपरिगृहीतापरिगृहीतागमनानंगक्रीडातीव्रकामाभिनिवेशाः
७-२३ પરવિવાહકરણેત્રપરિગૃહીતાપરિગૃહીતાગમનાનંગક્રીડાતીવ્રકામાભિનિવેશ:
૭-૨૩ પરવિવાહકરણ-ઇત્રપરિગૃહીત-અપરિગૃહીતાગમન અનંગક્રીડા-તીવ્રકામાભિનિવેશાઃ
૭-૨૩ શબ્દાર્થ : પરવિવાહકરણ = અન્યના સંતાનોના વિવાહ કરાવવા, ઇવરપરિગૃહીતાગમન = બીજાએ અમૂક સમય માટે ગ્રહણ કરેલ સ્ત્રીનો ઉપભોગ, અપરિગ્રહિતાગમન = જે કોઇની પત્ની ન હોય તેનો ઉપભોગ, અનંગક્રીડા = કામક્રીડા સિવાયના અંગોથી કામક્રીડા કરવી, તીવ્રકામાભિનિવેશ = અતિશય તીવ્ર કામવાસના કરવી.
સૂત્રાર્થ પરવિવાહકરણ, ઈત્રપરિગૃહીતાગમન, અપરિગૃહીતાગમન, અનંગક્રીડા અને તીવ્રકામાભિનિવેશ (એ પાંચ સ્થૂલમૈથુનવિરમણ (બ્રહ્મચર્ય) વ્રતના અતિચારો છે.)
ભાવાર્થ : સ્વદારા સંતોષ અથવા પદારાવિરમણ વ્રત. પુરુષે પોતાની પત્નીની સાથે અને પત્નીએ પોતાના પતિની સાથે વિષયસુખમાં સંતોષ માનવો, અન્યની ઇચ્છા ન કરવી તે ચોથું સ્વદારાસંતોષ વ્રત છે જેના પાંચ અતિચારો છોડવા જેવા છે.
(૧) પરવિવાહકરણ : પારકાના દીકરા-દીકરીઓના વિવાહ કરાવવા. તેમાં આગળ પડતો ભાગ લેવો. જેમ પરના સંતાનોના વિવાહમાં અતિચાર લાગે તેમ પોતાના સંતાનોના વિવાહમાં પણ અતિચાર લાગે. પરંતુ પોતાના સંતાનોનો જો પોતે લગ્નનો વ્યવહાર ન કરે તો સંતાનો સ્વેચ્છાચારી (દુરાચારી) બને. તેથી તેનો ઉલ્લેખ અહીં કર્યો નથી. “મૈથુન નહીં લેવું અને નહીં સેવરાવું” એવું વ્રત છે. આ તો હું માત્ર વિવાહ કરાવું છું. મૈથુન સેવતો નથી કે સેવરાવતો નથી આવી બુદ્ધિ હોવાથી વ્રતસાપેક્ષતા છે. પરંતુ પરમાર્થદષ્ટિએ મૈથુનને ઉત્તેજન મળતું હોવાથી વ્રત ભંગ પણ છે માટે અતિચાર ગણાય છે.