SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૭, સૂત્ર-૨૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ (૧) સ્પેનપ્રયોગ : સ્ટેન એટલે ચોર. પ્રયોગ એટલે પ્રેરણા (ઉત્તેજન). અર્થાત્ સ્તનપ્રયોગ એટલે ચોરને ચોરી કરવાના કામમાં પ્રેરક બનવું, ઉત્તેજન આપવું. જેમ કે ચોરી કરવાનો માર્ગ બતાવવો, તેના કાર્યની પ્રશંસા કરવી, સાધન સામગ્રી પુરી પાડવી, રહેવાનું સ્થાન, ભોજન, પાણી વગેરે આપીને ચોરી કરવાની પ્રેરણા આપવી. ૧૨૪ (૨) તદાહતાદાન : ચોરે ચોરી કરીને લાવેલી વસ્તુ ખરીદવી. ચોરીનો માલ લેવાથી તેના કાર્યને ઉત્તેજન મળે છે. આમ પહેલા અને બીજા નંબરના બંને કાર્યોમાં પોતે જાતે ચોરી કરતો નથી એટલે મારો વ્રત ભંગ થતો નથી એમ જીવ માને છે. પરંતુ ચોરીના કાર્યમાં પ્રેરણા મળતી હોવાથી પરમાર્થ દૃષ્ટિએ આંશિક વ્રતભંગ છે. માટે અતિચાર કહેવાય છે. (૩) વિરુદ્ધ રાજ્યાતિક્રમ ઃ રાજ્યના કાયદા-કાનુન વિરુદ્ધ વર્તન કરવું તે. જેમકે જે રાજ્યમાંથી જે વસ્તુ લાવવા-મોકલવાનો નિષેધ હોય, તે રાજ્યમાંથી તે વસ્તુ લાવવી-મોકલવી, દાણચોરી કરવી, કસ્ટમ ડ્યુટીની ચોરી કરવી વગેરે. આવું કામ ક૨ના૨ મનમાં એમ સમજે કે હું ચોરી કરતો નથી. પૈસા આપીને માલ લાઉં છું. જકાત બચાવવી એ તો વેપાર કરવાની કુશળતા છે. એમ વ્રતની અપેક્ષા હોવાથી તથા દુનિયામાં પણ તેને ચોર ન કહેવાતો હોવાથી આંશિકવ્રતભંગ છે માટે અતિચાર કહેવાય છે. (૪) હીનાધિકમાનોન્માન : દેવા-લેવાના માપ (કાટલા) ઓછા - અધિક રાખવા. વસ્તુ વેચવાના માપ ઓછા માપવાળા અને વસ્તુ ખરીદવાના માપ અધિક માપવાળા રાખવા. (૫) પ્રતિરૂપકવ્યવહાર : ભેળસેળ કરવી, હલકો માલ સારા માલમાં ભેળવીને સારા માલના નામે અથવા સારા માલના ભાવે વેચવો, હલકી વસ્તુ બનાવી સારી વસ્તુનું લેબલ મારી, સારી વસ્તુના નામે વેચવી. છેલ્લા બન્ને અતિચારોમાં છેતરવાની બુદ્ધિ હોવાથી પરધનનું અદત્તાદાન થાય છે એટલે વ્રતભંગ છે. પરંતુ આ તો વેપાર કરવાની કુશળતા છે. કોઈના ઘરમાં ઘૂસીને ચોરી કરતો નથી. આવું જીવ સમજતો હોવાથી આંશિક વ્રતભંગ છે માટે અતિચાર કહેવાય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy