SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૨૨ ૧ ૨૩ બીજી વ્યક્તિના હાવભાવ અથવા મુખમુદ્રા આદિથી જાણવામાં આવેલી ગુપ્તવાત ખુલ્લી કરવી. એક મિત્રની ગુપ્તવાત તેના હાવભાવથી જાણીને બીજાને કહેવી. અને બીજાની ગુપ્તવાત તેને કહેવી. અને પરસ્પર લડાવવા. આ અતિચારને બદલે અન્યગ્રંથોમાં સ્વદારામંત્ર ભેદ” નામનો અતિચાર આવે છે. સ્વદારા શબ્દથી પોતાની પત્નીએ કહેલી ગુપ્તવાત પ્રકાશિત કરવી એવો અર્થ થાય છે. પરંતુ સ્વદારાના ઉપલક્ષણથી વિશ્વાસુ વ્યક્તિઓએ કહેલી ગુપ્તવાત પ્રકાશિત કરવી એવો અર્થ કરવો. સાકારમંત્રભેદમાં બાહ્ય હાવભાવ અને મુખમુદ્રા ઉપરથી આપણે પોતે ગુપ્તવાત જાણીને બહાર પ્રકાશિત કરી છે અને સ્વદારામંત્રભેદમાં વિશ્વાસુ વ્યક્તિઓએ ગુપ્તવાત આપણને જણાવી છે, અને આપણે પ્રકાશિત કરીએ છીએ આટલો તફાવત છે. સૂત્ર (૭-૨૨) પ્રયોજન ત્રીજા અસ્તેય (અદત્તાદાન) વ્રતના અતિચારો જણાવે છે. स्तेनप्रयोग-तदाहृतादान-विरुद्धराज्यातिक्रमहीनाधिकमानोन्मान-प्रतिरूपकव्यवहाराः ७-२२ સ્તનપ્રયોગ-તદાઢતાદાન-વિરુદ્ધરાજ્યાતિક્રમહીનાધિકમાનોન્માન-પ્રતિરૂપકવ્યવહારાઃ ૭-૨૨ સ્તનપ્રયોગ-તદાહત-આદાન-વિરૂદ્ધરાજ્ય-અતિક્રમહીન અધિક-માન-ઉન્માન-પ્રતિરૂપકવ્યવહારાઃ ૭-૨૨ શબ્દાર્થ સ્તનપ્રયોગ = ચોરને પ્રેરણા, તદાહતાદાન = ચોરે ચોરી કરેલી વસ્તુનું ગ્રહણ કરવું, વિરુદ્ધરાજ્યાતિક્રમ = રાજય વિરુદ્ધ ક્રમ, હીનાધિકમાનોન્માન = ઓછાવત્તા માપ રાખવા, પ્રતિરુપકવ્યવહાર = નકલી માલની ભેળસેળ કરવી. સૂત્રાર્થ : સ્તનપ્રયોગ, તદાહતાદાન, વિરુદ્ધરાજયાતિક્રમ, હીનાધિકમાનોન્માન અને પ્રતિરૂપકવ્યવહાર આ પાંચ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતના અતિચારો છે. ભાવાર્થ સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત (મોટી ચોરી કરવી નહિ) નામના ત્રીજા વ્રતના પાંચ અતિચારો છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy