________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૭, સૂત્ર-૨૧
૧૨૧
વિનાશ થાય છે. જો કે જીવની હિંસા ન થવાથી વ્રત ભાંગતું નથી તો પણ વ્રતમાં મલિનતા તો આવે જ છે. તેથી તેને અતિચાર કહેવાય છે.
સૂત્ર (૭-૨૧) પ્રયોજન : બીજા સ્થૂલમૃષાવાદ વિરમણવ્રતના પાંચ અતિચારો જણાવે છે.
मिथ्योपदेश-रहस्याभ्याख्यान - कूटलेखक्रिया
न्यासापहार-साकारमन्त्रभेदाः
મિથ્યોપદેશ-રહસ્યાભ્યાખ્યાન-ફૂટલેખક્રિયાન્યાસાપહાર-સાકારમન્ત્રભેદાઃ
મિથ્યા ઉપદેશ-રહસ્ય અભ્યાખ્યાન-ફૂટલેખ ક્રિયાન્યાસ અપહાર-સાકાર મન્ત્ર ભેદાઃ
७-२१
=
૭-૨૧
૭-૨૧
=
શબ્દાર્થ : મિથ્યા ઉપદેશ = ઊંધી સલાહ, રહસ્યાભ્યાખ્યાન = એકાંતમાં બનેલી વાત કહેવી, કૂટલેખક્રિયા = ખોટા દસ્તાવેજ કરવા, ન્યાસાપહાર = પોતાને ત્યાં મૂકેલી થાપણ, સાકારમંત્રભેદ કોઈની ખાનગી વાત પ્રગટ કરવી.
સૂત્રાર્થ : મિથ્યા ઉપદેશ, રહસ્ય અભ્યાખ્યાન, ફૂટલેખક્રિયા, ન્યાસઅપહાર અને સાકારમંત્રભેદ આ પાંચ સ્થૂલમૃષાવાદવિરમણ (સત્ય) વ્રતના અતિચારો છે.
ભાવાર્થ : સૂત્રમાં બતાવેલા પાંચ અતિચારોનું સંક્ષેપમાં વર્ણન નીચે પ્રમાણે છે.
(૧) મિથ્યા ઉપદેશ : ખોટો ઉપદેશ આપવો, ખોટી શિખામણ આપવી, અવળો અહિતકારી માર્ગ બતાવવો, પર પીડાકારી વચનો બોલવા વગેરે. કોઈ બે પુરુષો વચ્ચે વિવાદ થયો હોય ત્યારે કોઈને છેતરવાનો ઉપાય બીજાને બતાવવો તે સર્વે મિથ્યા ઉપદેશ છે.
અહીં પર પીડાકારી વચનથી બાહ્યદૃષ્ટિએ વ્રતભંગ ન હોવા છતાં આંતરદૃષ્ટિએ વ્રતભંગ છે. એ જ રીતે જે વિષયમાં પોતાને પૂરો અનુભવ ન હોય તે વિષયમાં પોતે સલાહ આપે અને વ્યક્તિ વિપરીત માર્ગે ચઢે તેમાં પણ પોતાની દૃષ્ટિએ અસત્ય ન હોવા